Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1376

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1376

Language
Gujarati

1376

વિવેચન–૧૦૬૧ થી ૧૦૬૫
ધર્મકથા અનુયોગપણાથી આના પહેલાં સૂત્રમાં ગર્ગ નામ આચાર્ય, કેટલાંક કુશિષ્યો વડે ભગ્ન સમાધિ થઈને આત્માની સમાધિને પ્રતિસંધિત કરે છે. બીજા સૂત્રમાં વહન કરાતા એવા વિનીત બળદ આદિ જે રીતે અરણ્યને પસાર કરી દે છે, તેમ યોગ્ય શિષ્યો - કૃત્યોમાં પ્રવર્તાવવા સંસાર પાર કરી દે છે. તેની વિનીતતાના દર્શનથી વિશેષથી સમાધિનો સંભવ થાય, એવો ભાવ છે. આ પ્રમાણે આત્માની સમાધિના પ્રતિસંધાનને માટે વિનીતનું સ્વરૂપ બનાવીને, તે જ અવિનીતના સ્વરૂપની ભાવના કરતા ‘ખલુંક’ આદિ બાર સૂત્રો કહે છે.
ખલુંક - જે કોઈ બળદને વહન માટે જોડે છે, તે કઈ રીતે? તે કહે છે - બળદને વિશેષથી પાડન કરતાં શ્રમને પામે છે, ક્લેશ પામે છે. તેથી જ ચિત્ત ઉદ્વેગ રૂપ અસમાધિને વેદે છે. જેમાં ખલુંકને જોડેલ છે. તે પ્રાજનકનો અતિ તાડનથી ભંગ થાય છે. તે અતિરુષ્ટ થઈને જે કરે છે, તે કહે છે – કોઈના પૂંછડાને કાપી નાંખે છે, કોઈના ગળામાં પરોણી ઘોંચે છે. ઉપલક્ષણથી અશ્લીલ ભાષણાદિ કહે છે. - X - X -
કોઈ બળદ સમિલા - યુગરંધ્ર કીલિકાને ભાંગી નાંખે છે. કોઈ વળી તે સમિલાને ભાંગ્યા વિના ઉન્માર્ગે ચાલવા લાગે છે. કોઈ બળદ વળી પાર્શ્વથી-શરીરનો એક ભાગ, પડખું, તેનાથી ભૂમિ ઉપર પડે છે. કોઈ બળદ બેસી જાય ઈત્યાદિ સૂત્રાર્થથી જાણી લેવું. કોઈ તરુણ ગાય સામે દોડે છે અથવા દુષ્ટ બળદ બીજે ચાલ્યો જાય છે. કોઈ માયાવી બળદ મસ્તકથી પડે છે. અર્થાત્‌ અતિ નિસ્સહની જેમ પોતાને ન દર્શાવીને જમીન ઉપર મસ્તક વડે લોટે છે. બીજો ક્રુદ્ધ થઈને પાછળ ચાલે છે, કોઈ મરેલાની જેમ પડ્યો રહે છે. ઈત્યાદિ - X - X -
આ પ્રમાણે દૃષ્ટાંત કહીને હવે તેનો નિષ્કર્ષ યોજે છે –

Linked texts (2)