Uttarajjhayana 1379
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1379
- Language
- Gujarati
1379
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૦૬૭ થી ૧૦૭૨ [૨૭/૧૦૬૭ થી ૧૦૭૨]
[૧૦૬૭] કોઈ ઋદ્ધિનો ગારવ કરે છે, કોઈ રસનો ગારવ કરે છે, કોઈ સાતાનો ગારવ કરે છે. કોઈ દીર્ઘકાળ સુધી ક્રોધ કરે છે.
[૧૦૬૮] કોઈ ભિક્ષાચર્યામાં આળસ કરે છે, કોઈ અપમાનથી ડરે છે. કોઈ સ્તબ્ધ છે. હેતુ અને કારણથી કોઈ અનુશાસિત કરાય છે તો –
[૧૦૬૯] તે વચ્ચે જ બોલવા લાગે છે, આચાર્યના વચનમાં દોષ કાઢે છે અને વારંવાર તેમના વચનોથી પ્રતિકૂળ આચરણ કરે છે.
[૧૦૭૦] ભિક્ષા કાળે કોઈ શિષ્ય ગૃહસ્વામિની વિશે કહે છે – ‘તેણી મને જાણતી નથી, તેણી મને આપશે નહીં.’ હું માનું છું કે તે ઘેરથી બહાર ગઈ હશે, તેથી કોઈ બીજો સાધુ ભલે જાય.
[૧૦૭૧] કોઈ પ્રયોજનથી મોકલાતા તેઓ કાર્ય કર્યા વિના પાછા આવે છે, ચારે તરફ ભટકે છે, ગુરુ આજ્ઞાને રાજવેષ્ટિ માની મુખ ઉપર ભૃકુટી ચડાવી દે છે.
[૧૦૭૨] જેમ પાંખો આવતા હંસ વિભિન્ન દિશામાં ઉડી જાય છે, તેમજ શિક્ષિત અને દિક્ષિત કરાયેલા, ભોજન-પાનથી પોષિત કરાયેલા કુશિષ્ય અન્યત્ર ચાલ્યા જાય છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit