Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1380

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1380

Language
Gujarati

1380

વિવેચન–૧૦૬૭ થી ૧૦૭૨
ઋદ્ધિ વડે ગૌરવ - ઋદ્ધિમાન શ્રાવકો મારા વશમાં થયેલા છે, તેમ વિચારે. ઉપકરણાદિ આત્મ બહુમાનરૂપ ઋદ્ધિ ગૌરવ જેમને છે તે ઋદ્ધિ ગૌરવિક. ગુરુના નિયોગથી પ્રવર્તતા નથી, મારે તેનાથી શું? બીજા કોઈ રસ ગારવ - મધુરાદિમાં ગૃદ્ધ હોય તે બાળ, ગ્લાન આદિને સમુચિત આહાર-દાનમાં કે તપોનુષ્ઠાનાદિમાં પ્રવર્તતા નથી. સાતા ગૌરવવાળા કોઈ સુખમાં પ્રતિબદ્ધ થઈ, અપ્રતિબદ્ધ વિહારાદિમાં પ્રવર્તવા સમર્થ થતા નથી. કોઈ લાંબો કાળ ક્રોધ કરનાર કૃત્યોમાં પ્રવર્તતો નથી.
ભિક્ષામાં આળસ કરનારો કોઈ, વિચરવા ઈચ્છતો નથી. કોઈ અપમાન ભીરુ ભિક્ષા માટે ભ્રમણ કરવા છતાં જે-તે ઘરોમાં પ્રવેશવા ઈચ્છતો નથી. - X - તે ભીરુ ગૃહીના પ્રતિબંધથી મને કોઈ સાધુ પ્રવેશતો ન જુએ, તે રીતે પ્રવેશે છે. અહંકારવાળો કોઈ પોતાના કુગ્રહથી નમી શકતો નથી. કોઈ શિષ્ય વળી એવા હોય કે જેને કોઈ આચાર્ય હેતુ અને કારણોથી અનુશાસિત કરે ત્યારે તે અનુશાસિત થતો શિષ્ય, તે પણ દુઃશિષ્ય - ગુરુના વચનની મધ્યે જ પોતાને અભિમત હોય તેને બોલવા લાગે છે. અપરાધને પ્રકર્ષથી ધારણ કરે છે. અર્થાત્‌ તેને અનુશાસિત કરાતા પણ અપરાધને છોડતો નથી. અથવા આચાર્યાદિના અનુશિષ્ટ વચનોથી પ્રતિકૂળ વર્તે છે. - X -.
કેવી રીતે પ્રતિકૂળ વર્તે છે, તે કહે છે – કદાચ ગુરુ કોઈ વખતે કહે કે, હે આયુષ્યમાન્‌! ગ્લાનની સેવા તે મહાનિર્જરાનું સ્થાન છે, તેથી અમુક શ્રાવિકાને ત્યાં જઈને અમુક ઔષધ, આહાર આદિ લઈ આવ. તે તેણીને જાણતો હોવા છતાં વિપરીતતાથી કહેશે કે – તે શ્રાવિકા મને જાણતી નથી, તેથી તેણી મને વિવક્ષિત ઔષધ આદિ આપશે નહીં. - X - X - અથવા તેણી ઘેરથી નીકળી ગઈ હશે, એમ હું માનું છું, તેમ કહે. અથવા મારા સિવાયના સાધુને આ કાર્ય માટે મોકલો. શું હું એક જ સાધુ અહીં છું?
વળી બીજા કોઈને તેવા કોઈ પ્રયોજનથી મોકલાય. તે કાર્ય પૂરુ કરે નહીં ત્યારે તેને પૂછવામાં આવે તો તે વાતને છૂપાવે, અપ્‌લાપ કરે - X - X - આવા દુષ્ટ શિષ્યો બધી દિશામાં ભટકે છે. પણ ગુરુની પાસે કદાપી રહેતા નથી, જેથી કોઈ દિવસ ગુરુ કંઈ કાર્ય ન સોંપે. કોઈ વળી તેને સોંપાયેલ કાર્યને રાજાની હઠથી પ્રવર્તાવેલ કાર્ય જેવું માનતો, આવેશમાં ભૃકુટી ચડાવીને મોઢું બગાડે છે. આ અત્યંત દુષ્ટતા જણાવે છે.
કોઈને વળી સ્વયં દીક્ષિત અને શિક્ષિત કરેલા હોય, ભોજન અને પાન વડે પોષ્યા વડે, તો પણ જેમ હંસો, પાંખ આવતા બીજા દેશમાં ચાલ્યા જાય છે, તેમ તે સાધુ ઈચ્છા મુજબ વિચરણ કરતો થાય છે. આ પ્રમાણે ખલુંકની જેમ દુષ્ટ શિષ્ય, પોતાના સ્વામીને અધિક કલેશ ઉત્પન્ન કરાવનાર થાય છે. હવે તેનાથી ખેદિત આચાર્ય શું કરે?

Linked texts (2)