Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1386

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1386

Language
Gujarati

1386

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૫૦૦ થી ૫૦૫ + વિવેચન [૨૮/નિર્યુક્તિ-૫૦૦ થી ૫૦૫ + વિવેચન]
મોક્ષનો નિક્ષેપો ચાર પ્રકારે છે. નામ આદિ ભેદથી. તેમાં નોઆગમથી મોક્ષ દ્રવ્યના જ્ઞ-શરીર, ભવ્ય શરીર, તદ્‌વ્યતિરિક્ત ત્રણ ભેદ કહ્યા. બેડી વગેરેથી દ્રવ્ય મોક્ષ, ભાવથી મોક્ષ તે આઠ પ્રકારના કર્મોથી રહિતને જાણવો. એ પ્રમાણે માર્ગનો નિક્ષેપો પણ નામાદિ ચાર ભેદથી છે, જેમાં તદ્‌વ્યતિરિક્ત દ્રવ્ય માર્ગ તે જળમાર્ગ, સ્થળ માર્ગ આદિ છે. ભાવથી માર્ગ તે જ્ઞાન, દર્શન, તપ, ચારિત્ર ગુણો જાણવા. ગતિનો નિક્ષેપ પણ નામાદિ ચાર ભેદે છે. તેમાં તદ્‌વ્યતિરિક્ત દ્રવ્ય ગતિ પુદ્ગલાદિની છે. ભાવમાં પાંચ પ્રકારની છે તેમાં મોક્ષગતિનો અધિકાર છે.
ગાથાર્થ કહ્યો. વિશેષ વૃત્તિ આ પ્રમાણે છે – તદ્‌વ્યતિરિક્ત દ્રવ્ય મોક્ષ તે બેડી કે કારાગૃહ આદિથી જાણવો. જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારના કર્મો વડે મુક્ત, તે ભાવથી મોક્ષ જાણવો. કથંચિત્‌ દ્રવ્ય - પર્યાયના અનન્યત્વને જણાવવા માટે આ કહેલ છે. અન્યથા ક્ષાયિક ભાવ જ આત્માનું મુક્તત્વ લક્ષણ મોક્ષ કહેલ છે. - X - X - X - આના જ એકાંતિક આત્યંતિકપણાથી તાત્વિક શબ્દત્વથી ભાવ મોક્ષત્વ છે. આનાથી જે વિપરીત હોય તે દ્રવ્ય મોક્ષત્વ છે. માટે બંનેને અલગ જાણવા.
તદ્‌દ્રવ્ય વ્યતિરિક્ત જળ, સ્થળ આદિ તે દ્રવ્યમાર્ગ જાણવા. ભાવમાં જ્ઞાનાદિ ગુણો જીવ પર્યાયપણાથી મુક્તિપદને અપાવવાના નિમિત્ત-પણાથી ભાવમાર્ગ કહ્યો. સૂત્રપણાથી તદ્‌ દ્રવ્ય વ્યતિરિક્ત તે પુદ્ગલાદિની દ્રવ્યગતિ છે. આદિ શબ્દથી જીવની ગતિ પણ કહેવી. આનું દ્રવ્યત્વ દ્રવ્ય પ્રાધાન્ય વિવક્ષાથી છે. અન્યથા પુદ્ગલાદિ પર્યાયપણાથી ગતિની ભાવરૂપતા જ છે. અથવા દ્રવ્યની ગતિ તે દ્રવ્યગતિ. ભાવમાં પાંચ પ્રકારે, તે નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ તથા મોક્ષ ગતિના ભેદથી છે. તેમાં અહીં મોક્ષગતિથી અધિકાર છે.
હવે જે રીતે આનું ‘મોક્ષમાર્ગ ગતિ’ નામ છે, તે દર્શાવે છે –

Linked texts (1)