Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1409

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1409

Language
Gujarati

1409

વિવેચન–૧૦૮૯, ૧૦૯૦
(૧) જીવ - ઉક્ત લક્ષણ રૂપ, (૨) અજીવ - ધર્માસ્તિકાયાદિ, (૩) બંધ - જીવ અને કર્મનો અત્યંત સંશ્લેષ, (૪) પુન્ય - શુભ પ્રકૃતિ રૂપ, (૫) પાપ - અશુભ પ્રકૃતિ રૂપ. (૬) આશ્રવ - કર્મોનું આવવું તે, કર્મ ઉપાદાનના હેતુ - હિંસા આદિ. (૭) સંવર સંવરવું તે, ગુપ્તિ આદિ વડે આશ્રવ નિરોધ. (૮) નિર્જરા - વિપાકથી તપથી કર્મોનું ખરી જવું. (૯) મોક્ષ - સંપૂર્ણ કર્મ ક્ષય કરીને પોતાના આત્મામાં અવસ્થાન કરવું.
આ અનંતરોક્ત તથ્ય - અવિતથ નિરુપ ચરિત વૃત્તિ છે. આના વિષે સૂયગડાંગ આગમમાં વિસ્તાર કરેલ છે. ‘નવ’ની સંખ્યા મધ્યમ પ્રસ્થાનથી છે. સંક્ષેપની અપેક્ષાથી જીવ અને અજીવમાં જ બંધ આદિનો અંતર્ભાવ સંભવે છે. તેથી ‘બે’ તત્વો જ થાય. વિસ્તારથી તેના ઉત્તરભેદની વિવક્ષાથી અનંતા તત્ત્વો થાય. જો આ નવ તથ્યો છે. તેથી શું? અનંતરોક્ત જીવાદિ સ્વરૂપોના સદ્ભાવ વિષય છે. તે અવિતથ સત્તાના અભિધાયક છે. ગુરુ આદિ સંબંધી ઉપદેશને અંતઃકરણથી શ્રદ્ધા કરે. ‘તે પ્રમાણે છે’ એવો સમ્યક્‌ભાવે સ્વીકાર કરે તે સમ્યક્‌ત્વ એટલે કે દર્શન. તીર્થંકર આદિ એ ભાવ શ્રદ્ધાન્‌ વિશેષેથી કહેલ છે. - X - શ્રદ્ધા તે સમ્યક્‌ત્વ કહેવાય છે અને તે આ જીવાદિ તત્ત્વોની શ્રદ્ધા છે. શ્રદ્ધાન - સમ્યક્‌ત્વ મોહનીય કર્માણુનો ક્ષય કે ક્ષયોપશમથી ઉત્પન્ન આત્મ પરિણામરૂપ છે. - X - X - X - X - જીવાદિ સ્વરૂપ પરિજ્ઞાનના સમ્યગ્‌ ભાવ હેતુ આત્મ પરિણામ વિશેષ તે સમ્યક્‌ત્વ, પણ જ્ઞાન સ્વરૂપ જ નહીં. - X - X - આ પ્રમાણે સમ્યક્‌ત્વનું સ્વરૂપ કહી, તેના ભેદો કહે છે –

Linked texts (2)