Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1411

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1411

Language
Gujarati

1411

વિવેચન–૧૦૯૧
(૧) નિસર્ગ - સ્વભાવ, તેનાથી રુચિ - તત્ત્વાભિલાષ રૂપ, તે નિસર્ગરુચિ. (૨) ઉપદેશ - ગુરુ આદિનું કથન, તેનાથી રુચિ. (૩) આજ્ઞા - સર્વજ્ઞ. (૪) સૂત્રરુચિ - આગમ વડે રુચિ. (૫) બીજ - જે એક છતાં અનેકાર્થ પ્રબોધ ઉત્પાદક વચન, તેના વડે રુચિ, તે બીજ રુચિ. (૬) અભિગમ - જ્ઞાન, (૭) વિસ્તાર - વ્યાસ, (૮) ક્રિયા - અનુષ્ઠાન, (૯) સંક્ષેપ - સંગ્રહ, (૧૦) ધર્મ - શ્રુતધર્માદિ, તેની-તેની રુચિ જેમકે અભિગમરુચિ, વિસ્તાર રુચિ ઈત્યાદિ. આ અર્થ સંક્ષેપથી કહ્યો, હવે વિસ્તારથી –

Linked texts (2)