Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1412

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1412

Language
Gujarati

1412

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૦૯૨ થી ૧૧૦૨ [૨૮/૧૦૯૨ થી ૧૧૦૨]
[૧૦૯૨] પરોપદેશ વિના, સ્વયંના જ યથાર્થ બોધથી અવગત જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ અને સંવરાદિ તત્ત્વોની જે રુચિ છે તે નિસર્ગ રુચિ છે.
[૧૦૯૩] જિનેશ્વર દ્વારા દૃષ્ટ ભાવોમાં તથા દ્રવ્યાદિ ચારથી વિશિષ્ટ પદાર્થોના વિષયમાં ‘આ આમ જ છે, અન્યથા નથી.’ એવી જે સ્વતઃ થયેલ શ્રદ્ધા છે, તે ‘નિસર્ગ’ રુચિ છે.
[૧૦૯૪] બીજા છદ્મસ્થ કે અર્હત્‌ના ઉપદેશથી જીવાદિ ભાવોમાં શ્રદ્ધાન્‌ કરે છે, તે ઉપદેશરુચિ જાણવી.
[૧૦૯૫] રાગ, દ્વેષ મોહ અને અજ્ઞાન જેના દૂર થઈ ગયા છે, તેમની આજ્ઞામાં રહેવું તે ‘આજ્ઞારુચિ’ છે.
[૧૦૯૬] જે અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રુતનું અવગાહન કરતો શ્રુતથી સમ્યક્‌ત્વની પ્રાપ્તિ કરે છે, તે ‘સૂત્રરુચિ’ જાણવી.
[૧૦૯૭] જે પ્રમાણે જળમાં તેલના બિંદુ વિસ્તરે છે, તેમજ જો સમ્યક્‌ત્વ એકપદથી અનેક પદોમાં ફેલાઈ જાય છે, તે ‘બીજરુચિ’ છે.
[૧૦૯૮] જેણે અગિયાર અંગો, પ્રકીર્ણક, દૃષ્ટિવાદ આદિ શ્રુતજ્ઞાન અર્થ સહિત પ્રાપ્ત કરેલ છે, તે ‘અભિગમરુચિ’ છે.
[૧૦૯૯] સમગ્ર પ્રમાણે અને નયોથી જે દ્રવ્યોના બધાં ભાવોને જાણે છે, તે ‘વિસ્તારરુચિ’ છે.
[૧૧૦૦] દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય, સત્ય, સમિતિ અને ગુપ્તિ આદિ ક્રિયાઓમાં જે ભાવથી રુચિ છે, તે ‘ક્રિયારુચિ’ છે.
[૧૧૦૧] જે નિર્ગ્રન્થ પ્રવચનમાં અકુશળ છે, મિથ્યા પ્રવચનોથી અનભિજ્ઞ છે, પરંતુ કુદૃષ્ટિનો આગ્રહ ન હોવાથી અલ્પબોધથી જ જે તત્ત્વ શ્રદ્ધાવાળો છે, તે ‘સંક્ષેપરુચિ’ છે.
[૧૧૦૨] જિનકથિત અસ્તિકાય ધર્મમાં, શ્રુતધર્મમાં, ચારિત્રધર્મમાં શ્રદ્ધા કરે છે તે ‘ધર્મરુચિ’ જાણવો.

Linked texts (2)