Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1413

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1413

Language
Gujarati

1413

વિવેચન–૧૦૯૨ થી ૧૧૦૨
સદ્ભૂત - અવિતથ, તથાવિધ અર્થ - વિષય જેનો છે, તદ્ભૂત અર્થને જ્ઞાન કહે છે. - X - X - X - જીવ, અજીવ ઉક્ત રૂપ છે. પુન્ય અને પાપ, - X - X - પરોપદેશ નિરપેક્ષતાથી જાતિ સ્મરણ પ્રતિભાદિ રૂપથી સંગત મતિ તે સંમતિ. આશ્રવ, સંવર અને ચ શબ્દથી અનુક્ત એવા બંધાદિ લેવા. આ બધાંની શ્રદ્ધા કરવી તે.
જે બીજા પાસે સાંભળ્યા વિના જીવાજીવાદિને જાણે તે નિસર્ગ રુચિ. આ જ અર્થને ફરી સ્પષ્ટતર કહે છે - જે તીર્થંકર ઉપલબ્ધ જીવાદિ પદાર્થોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ભેદથી અથવા નામાદિ ભેદથી ચાર પ્રકારે તેમજ છે, એમ સ્વીકારે, પરોપદેશ વિના શ્રદ્ધા કરે. - X - તે નિસર્ગ રુચિ છે.
ઉપદેશ રુચિ - અનંતરોક્ત આ જ ભાવો - જીવાદિ પદાર્થોને, બીજા દ્વારા કથિત હોય પછી શ્રદ્ધા કરે છે. બીજા કેવા એ? જે આચ્છાતન કરે તે છદ્મ - ચાર ઘાતિકર્મ. તેમાં રહે તે છદ્મસ્થ - કેવળજ્ઞાન ન પામેલ. જિન - રાગાદિને જીતે છે તે. ઉત્પન્ન કેવળજ્ઞાન વડે તીર્થંકર આદિ વડે, તેમના ઉપદેશ વડે જે રુચિ તે ઉપદેશરુચિ.
આજ્ઞારુચિ - રાગ એટલે આસક્તિ, દ્વેષ - અપ્રીતિ, મોહ - બાકીની મોહનીય કર્મની પ્રકૃતિ, અજ્ઞાન - મિથ્યાજ્ઞાન રૂપ, જેના નાશ થયા છે. આ બધાંનો સર્વથા અપગત અસંભવ હોવાથી દેશથી જાણવું - X - X - અવધારણ ફળપણાથી વાક્યના આજ્ઞા વડે જ રુચિ તે આજ્ઞારુચિ.
સૂત્રરુચિ - જે સૂત્ર અર્થાત્‌ આગમ ભણીને, સૂત્ર ભણવાથી પ્રાપ્ત થાય છે તે સમ્યક્‌ત્વ. કેવા શ્રુતથી? આચારાદિ અંગોથી, અનંગ - પ્રવિષ્ટ ઉત્તરાધ્યયનાદિ બાહ્યથી, સૂત્રના હેતુપણાથી તે સૂત્રરુચિ છે.
બીજરુચિ - જીવાદિ એક પદથી જીવાદિ અનેક પદમાં જે વ્યાપિત થાય છે - પ્રસરે છે, આના વડે સમ્યક્‌ત્વ રુચિ ઉપલક્ષિત, તેના અભેદ ઉપચારથી આત્મા પણ સમ્યક્‌ત્વ કહેવાય છે. ઉપચાર નિમિત્તે તે રુચિરૂપથી આત્મા વડે પ્રસરણ. કોની જેમ? તૈલબિંદુ જળમાં પ્રસરે તેમ. તત્ત્વના એક દેશમાં ઉત્પન્ન રુચિ પણ આત્મા, તથાવિધ ક્ષયોપશમવશથી અશેષ તત્ત્વોમાં રુચિમાન થાય છે. તે આવા પ્રકારે છે. તે બીજરુચિ જાણવી. જેમ બીજથી અનુક્રમે બીજા અનેક બીજો ઉત્પન્ન થાય, તેમ રુચિ, વિષયભેદથી બીજી રુચિને ઉત્પન્ન કરે છે.
અભિગમરુચિ - જેના વડે શ્રુતજ્ઞાન અર્થ કરાય તે. અથવા જેના વડે શ્રુતજ્ઞાનનો અર્થ અધિગત થાય છે તે. તે શ્રુતજ્ઞાન કયું છે? આચાર આદિ અગિયાર અંગો, ઉત્તરાધ્યયન આદિ પ્રકીર્ણકો, પરિકર્મ સૂત્રાદિ દૃષ્ટિવાદ. અંગત્વ છતાં દૃષ્ટિવાદનું પૃથક્‌ ઉપાદાન પ્રાધાન્ય જણાવવા માટે છે.
વિસ્તારરુચિ - ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોના કર્વભાવો - એકત્વ, પૃથક્‌ત્વ આદિ સંપૂર્ણ પર્યાયો, બધાં પ્રમાણો વડે, બધાં નૈગમાદિ નયો વડે, અથવા જે નયભેદને ઈચ્છે છે, તે આ વિસ્તાર રુચિ જાણવી. વિસ્તારના વિષયપણાથી જ્ઞાનની રુચિ પણ, તે વિષયત્વથી જ્ઞાનપૂર્વિકા રુચિ.
ક્રિયારુચિ - દર્શન, જ્ઞાન, ચારિત્ર તેમાં પૂર્વોક્તરૂપે, તપ - વિનયમાં, સમિતિ - ગુપ્તિમાં ક્રિયા ભાવની રુચિ અર્થાત્‌ દર્શનાદિ આચાર અનુષ્ઠાનમાં જે ભાવથી રુચિ તે નિશ્ચે ક્રિયારુચિ છે. - X - X -.
સંક્ષેપરુચિ - બીજાના મત રૂપ કુદૃષ્ટિ જેણે અંગીકાર કરી નથી. તેને તેવો સંક્ષેપરુચિ જાણવો. સર્વજ્ઞના શાસનમાં અકુશળ હોય. બાકીનામાં અનભિજ્ઞ હોય, કપિલાદિનું પ્રવચન અનભિગૃહિત હોય, તેથી એમ જાણવું કે જેમ તે જિનપ્રવચનમાં અનભિજ્ઞ છે, તેમ બાકીના પ્રવચનોમાં પણ અનભિજ્ઞ છે? ના, નહીં. ચિલાતિપુત્રવત્‌ પ્રશમાદિ ત્રણ પદોથી સંક્ષેપથી જ તત્ત્વરુચિને પામે છે, તે સંક્ષેપરુચિ છે.
ધર્મરુચિ - ધર્માસ્તિકાય રૂપ કે અંગ પ્રવિષ્ટાદિ આગમરૂપ અથવા સામાયિકાદિ ચારિત્ર ધર્મ તેની શ્રદ્ધા કરે. તીર્થંકરે કહેલ ધર્મની રુચિ. ધર્મ એટલે પર્યાયો અથવા ધર્મ - તે શ્રુતધર્માદિ, તેની રુચિ. - X - X -
કયા લિંગો વડે આ દશે દશ સમ્યક્‌ત્વ ઉત્પન્ન થયેલ છે, એ પ્રમાણે શ્રદ્ધા કરતા કહે છે કે –

Linked texts (2)