Uttarajjhayana 1415
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1415
- Language
- Gujarati
1415
વિવેચન–૧૧૦૩
પરમાર્થ - જીવાદિ, તેમાં સંસ્તવ - ગુણકીર્તન, તેનું સ્વરૂપ, ફરી ફરી પરિભાવનાજનિત કે પરિચય તે પરમાર્થ સંસ્તવ, યથાવત્ દર્શિત-પણાથી ઉપલબ્ધ જીવાદિ પરમાર્થ જેના વડે તે સુદૃષ્ટ પરમાર્થા - આચાર્ય આદિ, તેમની પર્યુપાસના, યથાશક્તિ તેમની વૈયાવચ્ચ પ્રવૃત્તિ. જેનું દર્શન વિનષ્ટ થયેલ છે તે - વ્યાપન્ન દર્શન એટલે સમ્યક્ત્વ પામીને તથાવિધ કર્મોદયથી વમી નાંખેલ. કુત્સિત દર્શન તે કુદર્શન - શાક્ય આદિ. તેનું વર્જન - પરિહાર. આના પરિહારથી સમ્યક્ત્વનું માલિન્ય ન થાય, તે માટે સમ્યક્ત્વની શ્રદ્ધા કરે - સ્વીકારે - જેના વડે તે સમ્યક્ત્વ શ્રદ્ધાન. આ રીતે સમ્યક્ત્વના લિંગોને જાણીને. હવે તેનું માહાત્મ્ય દર્શાવતા આ પ્રમાણે કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati