Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1417

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1417

Language
Gujarati

1417

વિવેચન–૧૧૦૪, ૧૧૦૫
ચારિત્ર, સમ્યક્‌ત્વ વિના થતું નથી. ઉપલક્ષણથી થયું નથી અને થશે પણ નહીં. એમ કેમ કહ્યું? જ્યાં સુધી સમ્યક્‌ત્વનો ઉત્પાદ ન થાય, ત્યાં સુધી ચારિત્ર ન થાય. તો શું દર્શન પણ ચારિત્રમાં નિયત છે? ના, દર્શન હોય ત્યારે ચારિત્ર હોય કે ન પણ હોય. સમ્યક્‌ત્વ અને ચારિત્ર એક કાળે પણ ઉત્પન્ન થાય. ચારિત્રના ઉત્પાદ પહેલાં સમ્યક્‌ત્વ ઉપજે અથવા એકસાથે ઉપજે અથવા તેવા પ્રકારના ક્ષયોપશમના અભાવે ચારિત્ર ન પણ ઉપજે, તેથી દર્શનમાં ચારિત્રની ભજના કહી.
દર્શન રહિતને સમ્યગ્‌ જ્ઞાન ન હોય, જ્ઞાન વિરહિતને ચારિત્રગુણ ન હોય. તેમાં ચરણ એટલે વ્રત આદિ. ગુણ - પિંડવિશુદ્ધિ આદિ. અગુણા - અવિદ્યમાન ગુણ. મોક્ષ - સકલ કર્મક્ષય રૂપ, નિર્વાણ- નિવૃત્તિ, મુક્તિપદ પ્રાપ્તિ. એ પ્રમાણે પૂર્વસૂત્રથી મુક્તિ અનંતર હેતુ હોવા છતાં ચારિત્ર, સમ્યક્‌ત્વ હોય તો જ થાય, તેમ કહીને તેનું માહાત્મ્ય કહ્યું. પછીના સૂત્રમાં ઉત્તરોત્તર બીજા ગુણોનો વ્યતિરેક દર્શાવ્યો. હવે દર્શનના આઠ આચારો જણાવે છે

Linked texts (2)