Uttarajjhayana 1419
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1419
- Language
- Gujarati
1419
વિવેચન–૧૧૦૬
(૧) શંકિત - શંકા કરી તે, તે દેશ અને સર્વ બે ભેદે છે. તેનો અભાવ તે નિઃશંકિત. (૨) કાંક્ષિત - કાંક્ષા કરવી તે, યુક્તિ યુક્તપણાથી અને અહિંસાદિ અભિધાયીત્વથી શાક્યાદિ દર્શનને સુંદર માની, તે-તે દર્શનને ગ્રહણ કરવારૂપ કાંક્ષા, તેનો અભાવ, તે નિષ્કાંક્ષા.
(૩) વિચિકિત્સા - ફળ પ્રતિ સંદેહ, આ કષ્ટનું ફળ મળશે કે નહીં મળે. અથવા સાધુની જુગુપ્સા, આ મેલાઘેલા શું રહેતા હશે? વગેરે નિંદા, તેના અભાવને નિર્વિચિકિત્સા કે નિર્વિજુગુપ્સા. (૪) અમૂઢદૃષ્ટિ કુતીર્થિકોની ઋદ્ધિ જોઈને પોતાના દર્શનમાં અરુચિ ન કરે. મોહવિરહિતા એવી દૃષ્ટિ અર્થાત્ બુદ્ધિ જેની છે તે અમૂઢદૃષ્ટિ. એમ ચાર અંતર આચાર કહ્યા.
હવે બાહ્ય કહે છે – (૫) ઉપબૃંહણા - ગુણીજનોની પ્રશંસા દ્વારા તેમના ગુણમાં વૃદ્ધિ કરવી, જેમકે દર્શનાદિ ગુણયુક્તને કહેવું કે - તમારો જન્મ સફળ છે ઈત્યાદિ. (૬) સ્થિરીકરણ - સ્વીકારેલા ધર્માનુષ્ઠાન પ્રતિ સીદાતાને ધર્મમાં સ્થિર કરવા. (૭) વાત્સલ્ય - વત્સલતાનો ભાવ, સાધર્મિક જનોને ભોજન-પાન આદિ ઉચિત પ્રતિપત્તિ કરવી તે. (૮) પ્રભાવના - તેવી સ્વ-તીર્થની ઉન્નતિ હેતુ ચેષ્ટામાં પ્રવર્તનરૂપ. આ આઠ દર્શનાચાર છે.
આ જ આઠ આચારોને આચરનાર ઉક્ત ફળના સંપાદક થાય અને આ જ્ઞાનાચારાદિના ઉપલક્ષક છે. અથવા દર્શનના જ જે આચારો કહ્યા, તે જ ઉક્ત ન્યાયથી મુક્તિમાર્ગ મૂલત્વ સમર્થન અર્થે છે.
આ જ્ઞાન-દર્શન નામક મુક્તિમાર્ગને બતાવીને ફરી તે જ ચારિત્રરૂપ દર્શાવવાને માટે ભેદ કથનથી જ તેનું સ્વરૂપ ઉપદર્શિત છે. એમ માનતા આ પ્રમાણે કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati