Uttarajjhayana 1421
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1421
- Language
- Gujarati
1421
વિવેચન–૧૧૦૭, ૧૧૦૮
સમ - સાંગત્યથી એકીભાવ વડે જે આય - જવું તે, સમાય - પ્રવર્તન, તે જેનું પ્રયોજન છે તે સામાયિક, તે સર્વ સાવદ્યનો પરિહાર જ છે. - X - અથવા સમ - રાગદ્વેષ રહિત, તે જ ચિત્ત પરિણામ, તેનો આય - પ્રવર્તન તે સમાય, તે રૂપ સામાયિક પણ સર્વ સાવદ્ય વિરતિ રૂપ જ હોય. તે સામાયિક બે ભેદે છે – ઈત્વર અને યાવત્કથિક. (૧) ઈત્વર - ભરત અને ઐરવતના પહેલાં અને છેલ્લાં તીર્થંકરના તીર્થની ઉપસ્થાપનામાં છેદોપસ્થાપનીય ચારિત્રના ભાવથી તેમાં તેના વ્યપદેશનો ભાવ છે. (૨) યાવત્કથિક - મધ્યમ તીર્થંકરના તીર્થમાં અને મહાવિદેહમાં ઉપસ્થાપનાના અભાવથી તેનો વ્યપદેશ યાવજ્જીવ સંભવે છે.
છેદ - સાતિચાર સાધુને અથવા નિરતિચાર નવા શિષ્યને, બીજા તીર્થ સંબંધી કે બીજું તીર્થ સ્વીકારતા પૂર્વ પર્યાયનો વિચ્છેદ રૂપ, તેનાથી યુક્ત ઉપસ્થાપના મહાવ્રત આરોપણ રૂપ જેમાં છે, તે છેદોપસ્થાપના.
પરિહાર - પરિહરવું તે, વિશિષ્ટ તપરૂપ, તેનાથી વિશુદ્ધિ - જેમાં છે તે પરિહારવિશુદ્ધિ - X - X - X - X - X - (અહીં વૃત્તિકારશ્રીએ નવ ગાથા વડે પરિહાર તપનું વર્ણન કરેલ છે, તે આવશ્યકાદિમાં કહેવાઈ ગયેલ છે.)
સૂક્ષ્મસંપરાય - સૂક્ષ્મ એટલે કિટ્ટિકરણથી અને સંપર્ય - ભમે છે. આના વડે સંસાર અને સંપરાય - લોભ નામક કષાય જેમાં છે તે સૂક્ષ્મ સંપરાય અને તે ઉપશમ અને ક્ષપક શ્રેણીના લોભાનુવેદન સમયે સંભવે છે - X - તથા અકષાય - અવિદ્યમાન કષાય, ક્ષપિત કે ઉપશમિત કષાય અવસ્થાભાવી, અહીં ઉપશમિત કષાયનું અકષાયત્વ કષાયકાર્યના અભાવે લેવું.
યથાખ્યાત - અરહંત કથિત સ્વરૂપ તે ઉલ્લંઘવું નહીં તે. ઉપશાંત અને ક્ષીણ મોહ નામક બે ગુણસ્થાન વર્તીને, સુયોગી કે અયોગી ગુણસ્થાને સ્થાયીને હોય છે. આ પાંચ ભેદે ચારિત્ર શબ્દ કહેવો. અન્વર્થથી તેને કહે છે – આ સામાયિકાદિ, કર્મની સંચિત રાશિને રિક્ત - ખાલી કરે છે. તેથી નિરુક્ત વિધિથી ચારિત્ર તે ‘ચયરિક્તકર’ જાણવું - X - X - હવે ચોથું કારણ, તપને કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati