Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1430

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1430

Language
Gujarati

1430

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૫૦૮ થી ૫૧૨ + વિવેચન [૨૯/નિર્યુક્તિ-૫૦૮ થી ૫૧૨ + વિવેચન]
અપ્રમાદનો નિક્ષેપો નામાદિ ચાર ભેદે છે. તેમાં નોઆગમથી દ્રવ્ય અપ્રમાદનો નિક્ષેપો ત્રણ ભેદે છે - જ્ઞશરીર, ભવ્યશરીર, તદ્વ્યતિ-રિક્ત અમિત્ર આદિમાં છે. ભાવમાં અજ્ઞાન અસંવર આદિમાં જાણવું. શ્રુતનો નિક્ષેપો પણ નામાદિ ચાર ભેદે છે. યાવત્‌ તદ્વ્યતિરિક્ત દ્રવ્ય શ્રુત પાંચ ભેદે છે - અંડજ આદિ. ભાવશ્રુત બે ભેદે છે. સમ્યક્‌ શ્રુત અને મિથ્યાશ્રુત. તેમાં આ અધ્યયનમાં ‘સમ્યક્‌ શ્રુત’ છે, તેમ જાણવું.
પાંચે ગાથા પ્રતીત છે. વિશેષ એ કે – અમિત્ર - એટલે શત્રુ આદિ. તેમાં જે અપ્રમાદી છે, તે તદ્‌વ્યતિરિક્ત દ્રવ્ય અપ્રમાદ કહેવાય છે. તેનું દ્રવ્યત્વ તથાવિધ અપ્રમાદ કાર્યના પ્રસાધકપણાથી છે. ભાવમાં વિચારતા - અજ્ઞાન એટલે મિથ્યાજ્ઞાન, અસંવર એટલે અનિરુદ્ધ આશ્રવપણું. આદિ શબ્દથી કષાય પણ લેવો. આ બધામાં અપ્રમાદ અર્થાત્‌ આના જય પરત્વે સદા સાવધાનતા રૂપ જ થાય છે તેમ જાણવું. તે પાંચ પ્રકારેછે.
(૧) અંડજ - હંસ આદિ ઈંડામાંથી જે જન્મે છે જેમ કોઈ પટ્ટ સૂત્ર. (૨) પૌંડક - જેમકે કપાસ સૂત્ર. (૩) વાલજ - જે ઘેંટા આદિના વાળથી ઉત્પન્ન. જેમકે - ઉન. (૪) વાકજ - જેમકે શણ. (૫) કીટજ - તેવા પ્રકારના કીડાની લાળમાંથી થાય છે, તે પટ્ટ સૂત્ર. સમ્યક્‌ શ્રુત - અંગ પ્રવિષ્ટ, મિથ્યાશ્રુત - કનક સપ્તતિ આદિ. - X - X -. હવે આ નામની ગૌણતાને જણાવતા કહે છે –

Linked texts (1)