Uttarajjhayana 1437
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1437
- Language
- Gujarati
1437
વિવેચન–૧૧૧૪
સંવેગ એટલે મુક્તિનો અભિલાષ. તેનાથી હે ભગવન્! આ પૂજ્યને આમંત્રણ છે. જીવ કયા ગુણોને ઉત્પન્ન કરે છે? આ પ્રમાણે શિષ્યએ પ્રશ્ન કરતાં અહીં પ્રજ્ઞાપક તેનો ઉત્તર આપતાં કહે છે –
સંવેગ વડે પ્રધાન એવા શ્રુતધર્માદિમાં શ્રદ્ધા - તે કરવાની અભિલાષા રૂપ ધર્મ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. કેમકે તેના અભાવે સંવેગનો સંભવ નથી. ભાવમાં પણ દેવલોકાદિ ફળ જ મળે, અનુત્તર ફળ નહીં, તેથી કહે છે – અનુત્તર ધર્મશ્રદ્ધાથી સંવેગ, તે જ અર્થથી વિશિષ્ટતર ફળ જલદી મળે છે. તેના સિવાય વિષયાદિની અભિલાષાથી, સંવેગ ન આવે. અનુત્તર ધર્મ શ્રદ્ધામાં અન્યત્ર નિરાસક્તિમાં અન્યથાપણું સંભવ નથી.
અનંતાનુબંધી ક્રોધાદિને ખપાવે છે. અશુભ કર્મ પ્રકૃતિને બાંધતો નથી. કષાય ક્ષયના નિમિત્તથી, કર્મના અબંધકત્વની અપેક્ષાથી મિથ્યાત્વવિશોધિ - સર્વથા ક્ષય થતાં ક્ષાયિક સમ્યક્ત્વનો આરાધક અર્થાત્ નિરતિચાર પાલના કૃત્ દર્શન આરાધક થાય છે. દર્શન વિશુદ્ધિથી અત્યંત નિર્મળતા થાય છે. તેથી કેટલાંક તેવા આરાધકો તે જ જન્મમાં સિદ્ધ થાય છે. અર્થાત્ જે જન્મમાં દર્શનની તથાવિધ શુદ્ધિ કરે છે, તે જ જન્મમાં મુક્તિને પામે છે. જેમ મરુદેવી માતા પામ્યા. જેઓ તે ભવે સિદ્ધ થતાં નથી, તેઓ દર્શનની વિશુદ્ધિથી અન્ય જન્મ ઉપાદાન રૂપ ત્રીજા ભવને અતિક્રમતા નથી, અવશ્ય ત્રીજા ભવે સિદ્ધ થાય છે. આ કથન ઉત્કૃષ્ટ દર્શન આરાધકોની અપેક્ષાએ છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati