Uttarajjhayana 1439
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1439
- Language
- Gujarati
1439
વિવેચન–૧૧૧૫
નિર્વેદ સંવેગથી અવશ્ય થનાર છે. માટે તેને કહે છે – અહીંથી આરંભીને બધે સુગમ હોવાથી પ્રશ્ન વ્યાખ્યા કરતા નથી. નિર્વેદ એટલે સામાન્યથી સંસારના વિષયોનો હું ક્યારે ત્યાગ કરીશ એવા પ્રકારના દિવ્ય, માનુષી, તૈર્યંચ સંબંધી કામભોગોનો ઉક્ત રૂપથી નિર્વેદ જલદી આપે છે. આ ભોગો અનર્થનો હેતુ હોવાથી મારે તેનું કામ નથી. તથા બધાં શબ્દાદિ વિષયોથી વિરાગતા પામે છે. વિરક્ત થયેલો એવો તે પ્રાણી ઉપમર્દન રૂપ વ્યાપારનો ત્યાગ કરે છે. વિષયના અર્થપણાથી બધાં આરંભોનો પરિત્યાગ કરતો મિથ્યાત્વ, અવિરતિ આદિ સંસાર માર્ગનો વિચ્છેદ કરે છે. તેના ત્યાગવાળાને જ તત્ત્વથી આરંભનો પરિત્યાગ સંભવે છે. તેના વિચ્છેદથી સિદ્ધિ માર્ગ - સમ્યગ્ દર્શનાદિને પામીને, તે માર્ગનો સ્વીકાર કરનારા થાય છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati