Uttarajjhayana 1441
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1441
- Language
- Gujarati
1441
વિવેચન–૧૧૧૬
નિર્વેદ થતાં સર્વ કલ્યાણ નિબંધન એવી ધર્મશ્રદ્ધા થાય છે. ધર્મ શ્રદ્ધાથી સાતાવેદનીય જનિત સુખો, તેમાં વૈષયિક સુખોમાં યાવત્ પૂર્વે રાગ કરતો હોય, તેમાં વિરક્તિને પામે છે. ગૃહાચાર કે ગાર્હસ્થ્ય ધર્મનો પરિહાર કરે છે. કેમકે તેના અત્યાગથી માત્ર વિષયસુખાનુરાગ બંધાય છે. ત્યારપછી અણગાર - ગૃહત્યાગી સાધુ થઈને તે જીવ શારીરિક માનસિક દુઃખોનો વિચ્છેદ કરે છે. આ દુઃખો કેવા છે?
છેદન, ભેદન સંયોગાદિવાળા છેદન - ખડ્ગ આદિ વડે બે ટૂકડા કરવા. ભેદન - ભાલા આદિથી વિદારવા રૂપ. આદિ શબ્દથી અહીં તાડન આદિ પણ ગ્રહણ કરવા. તે છેદન ભેદનાદિથી શારીરિક દુઃખોનો સંયોગ - અનિષ્ટ સંબંધ અને ઈષ્ટ વિયોગાદિને પણ ગ્રહણ કરવા. પછી સંયોગાદિના માનસ દુઃખોના વિશેષથી તેનો પણ વિચ્છેદ કરે છે. તેનાથી નિબંધન કર્મનો ઉચ્છેદ થાય છે. તેથી જ અવ્યાબાધ - સર્વે પીડાથી ઉપરત એવા સુખને ઉત્પન્ન કરે છે. પૂર્વે સંવેગ ફળના અભિધાન પ્રસંગથી ધર્મ શ્રદ્ધાનું ફળ નિરૂપમ કહેલ, અહીં સ્વતંત્રપણે કહેલ છે, તેથી પુનરુક્તિ છે તેમ વિચારવું.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati