Uttarajjhayana 1442
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1442
- Language
- Gujarati
1442
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૧૭ [૨૯/૧૧૧૭]
ભગવન્! ગુરુ અને સાધર્મિકની શુશ્રૂષાથી જીવને શું પ્રાપ્ત થાય છે? ગુરુ અને સાધર્મિકની શુશ્રૂષાથી જીવ વિનય પ્રતિપત્તિને પામે છે. વિનય પ્રતિપત્તિવાળા, ગુરુની આશાતના કરતા નથી. તેનાથી તે નૈરયિક, તિર્યંચ, મનુષ્ય, દેવ સંબંધી દુર્ગતિનો નિરોધ કરે છે. વર્ણ, સંજ્વલન, ભક્તિ અને બહુમાનથી મનુષ્ય અને દેવ સંબંધી સુગતિનો બંધ કરે છે. શ્રેષ્ઠ ગતિ સ્વરૂપ સિદ્ધિને વિશુદ્ધ કરે છે. વિનય મૂલક બધાં પ્રશસ્ત કાર્યોને સાધે છે. ઘણાં બીજા જીવોને પણ વિનયી બનાવે છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit