Uttarajjhayana 1443
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1443
- Language
- Gujarati
1443
વિવેચન–૧૧૧૭
ધર્મ શ્રદ્ધામાં અવશ્ય ગુરુની શુશ્રૂષા કરવી જોઈએ. તેથી ગુરુની શુશ્રૂષાને કહે છે - ગુરુની પર્યુપાસના, તેનાથી ઉચિત કર્તવ્ય કરણ અંગીકાર રૂપ વિનય પ્રતિપત્તિને ઉત્પન્ન કરે છે. જેણે વિનયનો સ્વીકાર કરેલ છે, તે જીવ અતીવ આય - સમ્યક્ત્વાદિ લાભનો વિનાશ કરે છે. તે અતિ આશાતના, તેને કરવાના સ્વભાવવાળો તે અતિ આશાતનાશીલ, જે તેવા નથી તે અનતિ આશાતનાશીલ છે. અર્થાત્ ગુરુના પરિવાદાદિનો પરિહાર કરેલ છે. એવા પ્રકારના તે નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય અને દેવ દુર્ગતિનો નિરોધ કરે છે. અહીં નારક અને તિર્યંચ દુર્ગતિ પ્રસિદ્ધ છે. મનુષ્યમાં મ્લેચ્છાદિ અને દેવોમાં કિલ્બિષિકત્વ રૂપ દુર્ગતિ જાણવી.
તથા વર્ણ - શ્લાઘા, તેના વડે ગુણોને કહેવા તે વર્ણ સંજ્વલન. ભક્તિ - અંજલિ જોડવી આદિ. બહુમાન - આંતર પ્રીતિ વિશેષ. આ વર્ણ - સંજ્વલન ભક્તિ બહુમાનતા વડે ગુરુની વિનય પ્રતિપત્તિ રૂપથી માનુષ્ય અને દેવ સુગતિ - વિશિષ્ટ કુળ ઐશ્વર્ય, ઈન્દ્રત્વાદિ ઉપલક્ષિત, તેના પ્રાયોગ્ય કર્મ બંધનથી બંધાય છે અને સિદ્ધિ સુગતિને વિશુદ્ધ કરે છે. કેવી રીતે? તેના માર્ગ રૂપ સમ્યગ્ દર્શનાદિ વિશોધન વડે પ્રશસ્ત એવા વિનય હેતુક સર્વ કાર્યો અહીં શ્રુત જ્ઞાનાદિનું અને પરલોકમાં મુક્તિનું નિષ્પાદન કહે છે. તો શું આ માત્ર સ્વાર્થ સાધક છે? ના, બીજા પણ ઘણાં જીવોને વિનય ગ્રહણ કરાવે છે, કેમકે તે સ્વયં સુસ્થિત તેનું વચન ઉપાદેય થાય છે તથા વિનયમૂળપણાંથી સંપૂર્ણ કલ્યાણની પ્રાપ્તિ કરાવવાથી આ પરાર્થ સાધક થાય છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati