Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1445

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1445

Language
Gujarati

1445

વિવેચન–૧૧૧૮
ગુરુ શુશ્રૂષા કરતાં પણ અતિચાર સંભવે છે, તેથી આલોચનાથી જ વિવક્ષિત ફળની પ્રાપ્તિ થાય છે. તેને કહે છે - આ - સકલ સ્વ-દોષની અભિવ્યાપ્તિથી, લોચના - આત્મ દોષોને ગુરુની સમક્ષ પ્રકાશવા, તે આલોચના. તેનાથી માયા - શઠતા, નિદાન - મારા તપ વગેરેનું ફળ પ્રાપ્ત થવા રૂપ પ્રાર્થના. મિથ્યાદર્શન - સાંશયિક આદિ. આ ત્રણે શલ્યોને જે પ્રમાણે તોતરાદિ શલ્યો તત્કાળ દુઃખદાયી છે, તેમ માયાદિ પણ તત્કાળ દુઃખદાયી છે, પાપાનુબંધ કર્મબંધ બંધાવાથી મોક્ષમાં વિઘ્નકારી છે.
તથા આ શલ્યો અનંત સંસારના વૃદ્ધિને પમાડનારા છે. તે શલ્યોને દૂર કરે છે. ઋજુભાવને ઉત્પન્ન કરે છે, ઋજુભાવ પ્રતિપન્ન જીવ માયારહિત થઈ સ્ત્રીવેદ અને નપુંસક વેદને બાંધતો નથી. અમાયીપણાથી પુરુષવેદનો નિબંધક થાય છે. પૂર્વબદ્ધ અથવા તો બધાં જ કર્મોની પણ નિર્જરા કરે છે, તથા મુક્તિપદને પામે છે - X -.

Linked texts (2)