Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1447

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1447

Language
Gujarati

1447

વિવેચન–૧૧૧૯
આલોચના દુષ્કૃત નિંદાવાળાને જ સફળ થાય છે. તેથી નિંદાને કહે છે – નિંદના અર્થાત્‌ આત્મા વડે જ આત્માના દોષને ભાવવા - કહેવા. તેનાથી પછી અનુતાપ થવો તે – ‘હા! મેં આ દુષ્ટ અનુષ્ઠાન કર્યુ’ તે રૂપ પશ્ચાત્તાપ કરે છે. પછી તે વૈરાગ્યને પામે છે. ત્યારપછી કરણ - અપૂર્વ કરણ વડે ગુણહેતુક શ્રેણિ - ગુણ શ્રેણીને પામીને તે અણગાર સર્વે મોહનીય કર્મદલિકોનો રસનો અને સ્થિતિનો ક્ષય કરે છે. - X - X -
અથવા કરણ ગુણથી - અપૂર્વ કરણાદિ માહાત્મ્યથી કરણગુણ અર્થાત્‌ ક્ષપક શ્રેણિને પામે છે. અથવા કરણ - પિંડ વિશુદ્ધિ આદિ, તદ્‌ ઉપલક્ષિત ગુણોને જ્ઞાનાદિના ઉત્તરોત્તર ગુણ પરંપરા સ્વરૂપને પામે છે અને દર્શન મોહનીયાદિ કર્મોનો ક્ષય કરે છે. તેનો ક્ષય થતાં મુક્તિને પ્રાપ્ત કરે છે, તેમ જાણવું.

Linked texts (2)