Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1455

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1455

Language
Gujarati

1455

વિવેચન–૧૧૨૩
તીર્થંકરોની સ્તવના કરીને પણ ગુરુ વંદન પૂર્વક જ તેની પ્રતિપત્તિ થાય છે, તેથી વંદનને કહે છે. આચાર્યાદિના ઉચિત વિનયરૂપ વંદન વડે અધમ કુળમાં ઉત્પત્તિ રૂપ કર્મબંધનો ક્ષય થાય છે. તેનાથી વિપરીત ઉચ્ચ ગોત્રનો બંધ થાય છે. સર્વજનને સ્પૃહણીય થાય છે. બધે જ અપ્રતિસ્ખલિત આજ્ઞાવાળો થાય છે. લોકો તેના વચનને સ્વીકારે છે. તેવો જ પ્રાયઃ આદેય કર્મના ઉદયવાળો થાય છે. લોકોનો તેના પ્રત્યે અનુકૂળ ભાવ જન્મે છે. તેનું માહાત્મ્ય પણ બધાંને અનુકૂળ થાય છે.

Linked texts (2)