Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1457

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1457

Language
Gujarati

1457

વિવેચન–૧૧૨૪
ઉક્ત ગુણોથી સ્થિત હોવા છતાં પણ મધ્યમ તીર્થંકરોના તીર્થમાં સ્ખલના થાય ત્યારે અને પહેલાં-છેલ્લા તીર્થંકરમાં તેના અભાવે પણ પ્રતિક્રમણ કરવું જોઈએ. તેથી પ્રતિક્રમણ કહે છે – અપરાધથી પાછું ફરવા રૂપ, પ્રાણાતિપાત નિવૃત્તિ આદિ વ્રતોના છિદ્રો - અતિચાર રૂપ વિવરોને ઢાંકે છે - દૂર કરે છે. વળી તેવો વ્રતના છિદ્રોને ઢાંકેલો આત્મા, સર્વથા હિંસાદિ આશ્રવનો નિરોધ કરીને અશબલ ચારિત્રવાળો થાય છે તથા આઠ પ્રવચન માતામાં ઉપયોગવાળો થાય છે. અપૃથક્‌ - સદા સંયમ યોગવાળો થાય છે. અથવા અપ્રમત્ત થાય છે. સંયમમાં પ્રણિઘાત વાળો થાય છે અથવા અસત્‌ માર્ગથી ઈન્દ્રિયોને પાછી ખેંચીને સન્માર્ગમાં સ્થાપીને વિચારનાર થાય છે.

Linked texts (2)