Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1467

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1467

Language
Gujarati

1467

વિવેચન–૧૧૨૯
ક્યારેક અકાલ પાઠમાં પ્રાયશ્ચિત્ત સ્વીકારવું જોઈએ, તેવું ક્રમથી આવતા, અહીં તેનું કરણ કહે છે – તેમાં પાપને છેદે છે અથવા વિશુદ્ધ કરે છે. તેથી તે નિરુક્ત વિધિથી પ્રાયશ્ચિત્ત કહેવાય છે. તેની આલોચનાદિનું કરણ - વિધાન, તે પ્રાયશ્ચિત્ત કરણ. તેના વડે પાપકર્મોની વિશુદ્ધિ અર્થાત્‌ અભાવ થતાં તે નિરતિચાર થાય છે. કેમકે તેના વડે જ જ્ઞાનાચારાદિ અતિચાર વિશુદ્ધિ થાય છે. સમ્યક્‌ પ્રકારે પ્રાયશ્ચિત્તને સ્વીકારનાર માર્ગ - આ જ્ઞાન પ્રાપ્તિ હેતુ સમ્યક્‌ત્વ અને તેનું ફળ તે જ્ઞાન એ બંનેને નિર્મળ કરે છે. પછી આચરાય છે તે આચાર - ચારિત્ર, તેનું ફળ તે મુક્તિ, તેને આરાધે છે. - X - X - X - અથવા માર્ગ - ચારિત્ર પ્રાપ્તિના નિબંધનપણાથી દર્શન જ્ઞાન નામક, તેનું ફળ છે અને ચારિત્ર, તેથી આચાર - જ્ઞાનાચારાદિ, તેના ફળ - મોક્ષની આરાધના કરે છે. અથવા માર્ગ - મુક્તિ માર્ગ, ક્ષાયો-પશમિક દર્શન આદિ, તેનું ફળ છે, તેને જ પ્રકર્ષાવસ્થામાં ક્ષાયિક દર્શનાદિ કહે છે. વિશોધના અને આરાધનાને સર્વત્ર નિરતિચારપણાથી હેતુ વિચારવો.

Linked texts (2)