Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1473

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1473

Language
Gujarati

1473

વિવેચન–૧૧૩૨
સ્વાધ્યાયમાં પહેલા વાચના જ કરવી જોઈએ, તેથી તેને કહે છે – ગુરુનું પ્રયોજક ભાવે શિષ્ય પ્રતિ કથન તે વાચના અર્થાત્‌ પાઠન. તેના વડે કર્મોનું પરિશાટન થાય છે. તથા શ્રુત - આગમની અનાશાતનામાં વર્તે છે. તેમ ન કરવામાં જ અવજ્ઞાથી શ્રુતની આશાતના થાય છે. તે કરવાથી નહીં. તેથી શ્રુતની અનાશાતનામાં અનુરક્ત થવું. અથવા વર્તમાન તીર્થ તે અહીં ગણધર છે, તેનો ધર્મ-આચાર, શ્રુત ધર્મ પ્રદાન રૂપ તીર્થ ધર્મ. અથવા તીર્થ - પ્રવચન - શ્રુતને અર્થથી ધર્મ. તે સ્વાધ્યાયને અવલંબતા - આશ્રીને ઘણી મોટી કર્મ નિર્જરા થાય છે. - X - પર્યવસાન એટલે કર્મો કે ભવનો અંત. વાચના સ્વાધ્યાયથી એ રીતે મુક્તિને ભજનાર થાય છે.

Linked texts (2)