Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1475

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1475

Language
Gujarati

1475

વિવેચન–૧૧૩૩
વાચનાને ગ્રહણ કર્યા પછી પણ સંશયાદિ ઉત્પત્તિમાં પ્રશ્નો કરવા તે પ્રતિપૃચ્છના અવસર છે, તેથી તેને કહે છે – પહેલાં કહેલ સૂત્રાદિને પુનઃ પૂછવા તે પ્રતિપૃચ્છના. તેના વડે સૂત્ર, અર્થ અને તદુભયને વિશુદ્ધ કરે છે. સંશયાદિ માલિન્યને દૂર કરવા વડે વિશુદ્ધ કરે છે તથા કાંક્ષા - આ આ પ્રમાણે છે કે આ પ્રમાણે મારે ભણવું યોગ્ય છે? ઈત્યાદિ વાંછા - તે જ મોહ પમાડે છે - X - કાંક્ષા મોહનીય કર્મ અનભિગ્રહિક મિથ્યાત્વરૂપ છે તેને (પ્રતિપૃચ્છના વડે) વિશેષથી દૂર કરે છે.

Linked texts (2)