Uttarajjhayana 1478
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1478
- Language
- Gujarati
1478
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૩૫ [૨૯/૧૧૩૫]
ભગવન્! અનુપ્રેક્ષાથી જીવ આયુકર્મને છોડીને બાકીને જ્ઞાનાવરણીયાદિ સાત કર્મોની પ્રકૃતિઓને પ્રગાઢ બંધનોથી શિથીલ કરે છે. તેની દીર્ઘકાલીન સ્થિતિને અલ્પકાલીન કરે છે, તેના તીવ્ર રસાનુબંધને મંદ કરે છે. બહુકર્મ પ્રદેશોને અલ્પ પ્રદેશવાળા કરે છે. આયુષ્ કર્મોનો બંધ કદાચિત્ કરે છે, કદાચિત્ કરતા નથી. અસાતાવેદનીય કર્મનો પુનઃ પુનઃ ઉપચય કરતા નથી. જે સંસાર અટવી અનાદિ અને અનંત છે, દીર્ઘમાર્ગથી યુક્ત છે, જેના નરકાદિ ગતિરૂપ ચાર અંત છે, તેને શીઘ્ર પાર કરે છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit