Uttarajjhayana 1479
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1479
- Language
- Gujarati
1479
વિવેચન–૧૧૩૫
સૂત્રવત્ અર્થમાં પણ વિસ્મરણ સંભવે છે. તેથી તેની પણ પરિભાવના કરવી જોઈએ, તે અનુપ્રેક્ષા. સૂત્રની અનુપ્રેક્ષા - ચિંતનિકા, તેનાથી પ્રકૃષ્ટ શુભ ભાવોની ઉત્પત્તિના નિબંધનપણાથી આયુષ્યને વર્જીને સાત કર્મપ્રકૃતિ છે. તે સાત પ્રકૃતિ, જે ગાઢ બંધનથી નિકાચિત હોય છે, તેને શિથીલ બંધન બદ્ધ કરે છે. અર્થાત્ તેને તપોરૂપત્વથી અપવર્તનાદિકરણ યોગ્ય કહે છે અને તપથી નિકાચિત કર્મને ખપાવવામાં પણ સમર્થ થાય છે. શુભ અધ્યવસાય વશથી સ્થિતિ ખંડકના અપહારથી દીર્ઘકાલિક સ્થિતિને હ્રસ્વકાલિક કરે છે. કેમકે બધાં કર્મોની પણ સ્થિતિનું અશુભપણું છે. - X - તીવ્ર અનુભાવથી ચતુઃસ્થાનિક રસત્વથી મંદાનુભાવા ત્રિસ્થાનિક રસત્વાદિના આપાદનથી કરે છે. અહીં અશુભ પ્રકૃતિ જ ગ્રહણ કરાય છે. કેમકે શુભભાવનું શુભાશુભ તીવ્રમંદાનુભાવ હેતુપણાથી છે. તેથી શુભભાવથી તીવ્ર અનુભાવ બાંધે છે. બહુપ્રદેશિકને અલ્પ પ્રદેશવાળી કહે છે.
(પ્રશ્ન –) કયા અભિપ્રાયથી આયુને વર્જીને સાત પ્રકૃતિ કહેલ છે? (ઉત્તર –) શુભાયુષ્ક જ સંયતને ઉક્ત કર્મપ્રકૃતિ અપવર્તના કરણાદિ સંભવે છે. તેની જ અનુપ્રેક્ષા તાત્વિકી છે. શુભ ભાવથી શુભપ્રકૃતિનું શિથિલતાદિ કરણ ન થાય. - X - (શંકા) શુભાયુષ્ બંધ છતાં આ પ્રકૃતિનું ફળ કેમ નથી કહ્યું? (સમાધાન) આયુષ્ક કર્મ કદાચ બંધાય છે, તેનો ત્રિભાગાદિ શેષ આયુષ્કતામાં જ બંધનો સંભવ છે. કહ્યું છે કે – કદાચ ત્રિભાગે, કદાચ ત્રિભાગ ત્રિભાગમાં૦ અસાતાવેદનીય - શારીરાદિ દુઃખહેતુ અને કર્મ શબ્દથી બીજી અશુભ પ્રકૃતિ વારંવાર બાંધતા નથી. - X - X - બીજા એ પ્રમાણે કહે છે કે – સાતા વેદનીય કર્મને વારંવાર એકઠાં કરે છે. બાકી સ્પષ્ટ છે.
અનાદિ - આદિનો અસંભવ છે. અણવદગ્ર - સદા અવસ્થિત અનંત પરિણામપણાથી હોવાથી તેને અનંત કહે છે. આ પ્રવાહની અપેક્ષાથી જાણવું. તેથી જ દીર્ઘકાળ - તેનો પરિભ્રમણ હેતુ કર્મરૂપ માર્ગ જેમાં છે, તે ચારગતિ રૂપ છે. એવા ચારગતિ રૂપ સંસાર કાંતારને (અનુપ્રેક્ષા કરનાર) જલદીથી વિશેષે ઉલ્લંઘી જાય છે, અતિક્રમે છે. અર્થાત્ મુક્તિ પામે છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati