Pramāṇa · Search · About · API

Uttarajjhayana 149

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 149

Language
Gujarati

149

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૬૫ + વિવેચન [૨/નિર્યુક્તિ-૬૫ + વિવેચન]
નિયત કે નિશ્ચિત નામાદિ રચનારૂપ ક્ષેપણ તે નિક્ષેપ. કોનું? પરીષહ - ચોતરફથી સ્વહેતુ વડે ઉદીરિત, માર્ગથી ન ચ્યવીને, નિર્જરાર્થે સાધુ આદિ વડે સહન કરાય છે તે પરીષહ. તેના ચાર ભેદો છે – નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી. તેમાં નામ અને સ્થાપનાને છોડીને દ્રવ્ય પરીષહ કહે છે – દ્રવ્ય વિષયક પરીષહ બે ભેદે - આગમથી, નોઆગમથી. તેમાં આગમથી જ્ઞાતા પણ ઉપયોગ રહિત હોય છે. નોઆગમથી પરીષહ ત્રણ પ્રકારે છે, તે કહે છે–

Linked texts (1)