Pramāṇa · Search · About · API

Uttarajjhayana 150

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 150

Language
Gujarati

150

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૬૬ + વિવેચન [૨/નિર્યુક્તિ-૬૬ + વિવેચન]
જ્ઞાનકનું શરીર તે જ્ઞશરીર અથવા જીવરહિત સિદ્ધશિલાતલે અથવા નિષિધિકામાં રહેલ, અહો! આણે શરીરના સમુચ્છ્રય વડે પરીષહ સહ્યા. ‘આ ઘીનો ઘડો હતો’ તેની જેમ વિચારવું. ભવ્યશરીર - તે-તે અવસ્થા આત્મ પ્રાપ્ત કરશે. જે-તે ભવ્ય જીવ, તેનું શરીર. જો કે હજી સુધી પરીષહોને સહ્યા નથી, પણ સહેશે. જેમકે – આ ઘીનો ઘડો થશે. તે નોઆગમથી દ્રવ્યપરીષહ કહ્યો. તે બંનેથી વ્યતિરિક્ત તે તદ્‌વ્યતિરિક્ત દ્રવ્ય પરીષહ. તે બે ભેદે છે – (૧) મિથ્યાત્વ અવિરતિ કષાય યોગાનુગતથી આત્મા નિવર્તે છે તે કર્મ-જ્ઞાનાવરણાદિ રૂપ. (૨) તેનાથી વિપરીત તે નોકર્મ. તેમાં કર્મમાં વિચારતા દ્રવ્યપરીષહ, તે ઉદયનો અભાવ, પ્રક્રમથી વેદનીય કર્મનો જ કહેવો.

Linked texts (1)