Uttarajjhayana 1493
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1493
- Language
- Gujarati
1493
વિવેચન–૧૧૪૨
વ્યવદાન હોવા છતાં સંયમાદિમાં સુખશાયિતામાં જ થાય છે. તેને જ કહે છે. તેમાં સુખના સુનાર અર્થાત્ પ્રવચન શંકાદિ ચારે પ્રકારની સુખ-શય્યામાં સ્થિરપણાથી નિરાકુલપણે રહે છે. તેથી સુખશાયિ, તેનો જે ભાવ તે સુખશાયિતા, તેમાં અનુત્સુક. અર્થાત્ પરલાભ દિવ્ય-માનુષ કામભોગોમાં સર્વદા નિસ્પૃહત્વ. અથવા બીજો અર્થ લેતા-સુખ તે વૈષયિક, શાતયતિ-તેને મેળવવાની સ્પૃહાના નિવારણ વડે દૂર કરે છે. તે સુખ શાતા તેમાં અનુત્સુક.
સુખશાય - સુખેથી શયન, તેના વડે. અથવા સુખનું શાતન, તેના વડે. જીવનું અનુત્સુકત્વ અર્થાત્ વિષયસુખ પ્રતિ નિઃસ્પૃહત્વને ઉત્પન્ન કરે છે. સંયમાદિમાં જ નિષ્પન્ન માનસવાળા. - X - X -.
સુખોત્સુક જ મરતા એવા પણ પ્રાણીને અવલોકતા સ્વસુખમાં રસિક જ રહે છે. આ અનુકંપકો તેનાથી વિપરીત હોય છે. તેથી દુઃખથી કંપતાને જોઈને, તેમના દુઃખે દુઃખિત થઈને પોતે પણ તત્કાળ જ કંપે છે. વિગતશોક - આ લોકના પ્રયોજન ભ્રંશ થવા છતાં શોક કરતા નથી. કેમકે તેઓ મુક્તિપદની બદ્ધ સ્પૃહાવાળા છે. આવા પ્રકારના પ્રકૃષ્ટ શુભ અધ્યવસાયથી ચારિત્ર મોહનીય કર્મોને ખપાવે છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati