Uttarajjhayana 1495
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1495
- Language
- Gujarati
1495
વિવેચન–૧૧૪૩
સુખ-શય્યા સ્થિતને અપ્રતિબદ્ધતા થાય છે, તેથી તેને જણાવતા કહે છે – અપ્રતિબદ્ધતાથી - મનમાં નિરાસક્તિપણાથી નિઃસંગત્વ - બાહ્ય સંગનો અભાવ પ્રાપ્ત થાય છે. નિઃસંગત્વથી જીવ એક - રાગાદિ વિકલતાથી, તેથી જ એકાગ્રચિત્ત - ધર્મમાં એક મનવાળો થાય છે. તેથી રાત્રિ કે દિવસમાં સદા બાહ્ય સંગનો ત્યાગ કરતો અપ્રતિબદ્ધ થઈને વિચરે છે. વિશેષથી પ્રતિબંધ રહિત થઈને માસકલ્પાદિ ઉદ્યત વિહારથી વિચરે છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati