Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1497

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1497

Language
Gujarati

1497

વિવેચન–૧૧૪૪
અપ્રતિબદ્ધતા વિવિક્ત શયનાસનતામાં સંભવે છે. તેથી તેને કહે છે – વિવિક્ત એટલે સ્ત્રી આદિ અસંસક્ત શયન, આસન, ઉપાશ્રય જેને છે તે. તેનાથી ચારિત્રની રક્ષાને પામે છે. ગુપ્ત ચારિત્રી જીવો વિકૃતિ આદિ રહિત આહારવાળા થાય છે. ગુપ્ત ચારિત્રી જ સર્વત્ર નિઃસ્પૃહ થાય છે. તથા દૃઢ-નિશ્ચલ ચારિત્ર, તેથી જ એકાંત - નિશ્ચયથી અભિરતિ માનને એકાંતરત થાય, તથા મુક્ત અંતઃકરણને આશ્રીને મોક્ષભાવ પ્રતિપન્ન એવો મારે મોક્ષ જ સાધવો જોઈએ એવા અભિપ્રાયવાળો ૮ પ્રકારની કર્મગ્રન્થિ જેવી દુર્ભેદ્ય ગ્રંથિને ક્ષપકશ્રેણી પામીને ખપાવે છે.

Linked texts (2)