Uttarajjhayana 15
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 15
- Language
- Gujarati
15
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૮ થી ૨૬ + વિવેચન [–/નિર્યુક્તિ-૧૮ થી ૨૬ + વિવેચન]
પહેલામાં વિનય, બીજામાં પરીષહો, ત્રીજામાં દુર્લભતા, ચોથામાં પ્રમાદા-પ્રમાદનો અધિકાર છે. પાંચમામાં મરણવિભક્તિ, છઠ્ઠામાં ચારિત્ર, સાતમામાં રસગૃદ્ધિ પરિત્યાગ, આઠમામાં અલાભ, નવમામાં નિષ્કંપતા, દશમામાં અનુશાસનોપમા કહેલ છે. ૧૧-માં પૂજા, ૧૨-માં તપ-ઋદ્ધિ, ૧૩-માં નિદાન, ૧૪-માં અનિદાન, ૧૫-માં ભિક્ષુગણો, ૧૬-માં બ્રહ્મગુપ્તિ, ૧૭-માં પાપોની વર્જના અને ભોગઋદ્ધિ, ૧૮-માં વિજહણ, ૧૯-માં અપરિકર્મ, ૨૦-માં અનાહતા, ૨૧-માં વિચિત્રચર્યા, ૨૨-માં સ્થિર ચરણ, ૨૩-માં ધર્મ, ૨૪-માં સમિતિ, ૨૫-માં બ્રહ્મગુણ, ૨૬-માં સામાચારી, ૨૭-માં અશઠતા, ૨૮-માં મોક્ષગતિ, ૨૯-માં આવશ્યક પ્રમાદ, ૩૦-માં તપ, ૩૧-માં ચારિત્ર, ૩૨-માં પ્રમાદ સ્થાનો, ૩૩-માં કર્મ, ૩૪-માં લેશ્યા, ૩૫-માં ભિક્ષુ ગુણો, ૩૬-માં જીવાજીવ કહેલ છે.
આ ધર્મ વિનયમૂલ છે. આગમના સાક્ષીપાઠથી દૃષ્ટાંત વડે કહે છે કે – જેમ મૂળથી સ્કંધ ઉત્પન્ન થાય છે, ઈત્યાદિ. તેમ ધર્મનું મૂળ વિનય છે, તેનાથી અંતે મોક્ષ છે, ઈત્યાદિ. તેથી પહેલાં અધ્યયનમાં વિનય કહેલ છે, વિનયવાનને તે-તે ગુરુનિયોગોમાં વર્તતા કદાચિત્ પરીષહો ઉત્પન્ન થાય, તે સમ્યક્પણે સહન કરવા જોઈએ. તેથી બીજા અધ્યયનમાં પરીષહો કહ્યા. ઈત્યાદિ ક્રમ પ્રયોજન જાણવું. તે અધ્યયનના સંબંધ કહેતી વખતે હું જણાવીશ. હવે ઉપસંહાર કરતાં કહે છે –