Pramāṇa · Search · About · API

Uttarajjhayana 151

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 151

Language
Gujarati

151

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૬૭ + વિવેચન [૨/નિર્યુક્તિ-૬૭ + વિવેચન]
નોકર્મ - દ્રવ્યપરીષહ ત્રણ ભેદે છે – સચિત્ત, અચિત્ત, મિશ્ર. તેમાં નોકર્મ સચિત્ત દ્રવ્યપરીષહ તે પર્વતના ઝરણાનું જળ આદિ. અચિત્ત દ્રવ્યપરીષહ ચિત્રક ચૂર્ણાદિ. મિશ્ર દ્રવ્યપરીષહ - આર્દ્રગોળ. ત્રણે પણ કર્મના અભાવ રૂપત્વથી અને ક્ષુધાપરીષહ જનકપણાથી છે. અહીં પિપાસા આદિ જનક ખારું પાણી આદિ અનેક પ્રકારે નોકર્મ દ્રવ્યપરીષહને સ્વબુદ્ધિથી વિચારવા.
ભાવપરીષહ તે આગમથી જ્ઞાતા અને તેમાં ઉપયુક્ત હોય. નો શબ્દના એકદેશવાચિત્વથી ‘નો આગમથી’ આ અધ્યયન આગમના અંશરૂપ છે. નિષેધવાચીપણામાં તેના અભાવરૂપ પરીષહ વેદનીય કર્મનો ઉદય છે. - X - આ ભાવપરીષહના દ્વારો અનંતર કહેવાશે. તે જ કહે છે–

Linked texts (1)