Uttarajjhayana 1501
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1501
- Language
- Gujarati
1501
વિવેચન–૧૧૪૬
વિષયનિવૃત્ત ક્યારેક સંભોગ પ્રત્યાખ્યાનવાન સંભવે છે. તે કહે છે – સં એટલે સ્વ પર લાભ મળવા રૂપથી ભોગ તે સંભોગ અર્થાત્ એક મંડલીમાં ભોજનાદિ કરવા. તેનું પ્રત્યાખ્યાન - ગીતાર્થ અવસ્થામાં જિનકલ્પાદિ અભ્યુદ્યત વિહારની પ્રતિપત્તિથી પરિહાર તે સંભોગ પ્રત્યા-ખ્યાન, તેના વડે ગ્લાનાદિને તિરસ્કારીને, સદા ઉદ્યતત્વથી વીર્યાચારને જ અવલંબે છે. નિરાલંબનને મોક્ષ કે સંયમ જ પ્રયોજન હોવાથી તે આયતાર્થિક વ્યાપારવાળા થાય છે. તથા પોતાના લાભથી નિરભિલાષ થાય છે. બીજાના લાભની કલ્પના, સ્પૃહા, પ્રાર્થના કે અભિલાષા કરતા નથી. તેમાં કલ્પના એટલે મનમાં આ મને આપે તેવા વિકલ્પો. સ્પૃહા - તેની શ્રદ્ધાથી આત્માનું આવિષ્કરણ, પ્રાર્થના - વચન વડે ‘મને આપો’ તેવી યાચના. અભિલાષા - તેની લાલસાપૂર્વકની વાંછા. અથવા આ બધાં એકાર્થક શબ્દો છે. એવા પ્રકારના ગુણોને જે પામે છે, તેને જ ઉક્તનો અનુવાદ કરતાં કહે છે–બીજાના લાભની આશા ન કરતો,ન આસ્વાદતો,ન ભોગવતો. કલ્પનાદિ ન કરતો બીજી સુખ-શય્યા પામીને વિચરે છે.
બીજી સુખ-શય્યા એટલે - તે મુંડ થઈને ગૃહ છોડીને અણગારિતાથી પ્રવ્રજિત થઈને પોતાને મળતા લાભથી સંતુષ્ટ રહે. બીજાના લાભને ન આસ્વાદે, ન વિકલ્પે, ન સ્પૃહા કરે, ન પ્રાર્થે, ન અભિલાષા કરે અને તેમ ન કરતો મનમાં રાગદ્વેષ ન પામે, ન વિનિઘાત પ્રાપ્ત થાય.-X-
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati