Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1505

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1505

Language
Gujarati

1505

વિવેચન–૧૧૪૮
ઉપધિ પ્રત્યાખ્યાતા આહારને પણ પચ્ચક્‌ખે છે. જિનકલ્પિકાદિ એષણીય આહાર ન મળતાં ઘણાં દિવસો ઉપવાસી જ રહે છે, તેથી આહાર પ્રત્યાખ્યાને કહે છે – અનેષણીય ભોજનપાન નિરાકરણ રૂપથી પ્રાણને ધારણ કરવા રૂપ અભિલાષા તે જીવિતાશંસા, તેનો વ્યાપારકરણ તે જીવિતાશંસા પ્રયોગ, તેનો વિચ્છેદ થાય છે. આહારાધીન જ મનુષ્યોનું જીવિત છે, તેથી તેના પ્રત્યાખ્યાનમાં તેની આશંસાનો વ્યવચ્છેદ થાય છે. તેમાં જીવિતાશાથી વિપ્રયોગ - વિવિધ વ્યાપારને વ્યવચ્છિન્ન કરે છે. જીવિતની આશાથી આહાર જ મુખ્ય વ્યાપાર છે. તેના પ્રત્યાખ્યાનમાં શેષ વ્યાપારનો વિચ્છેદ સુકર જ થાય છે. - X - તેથી તેવો જીવ અશનાદિ વિના સંક્લેશ પામતો નથી. વિકૃષ્ટ તપોનુષ્ઠાનવત્‌ પણ બાધા અનુભવતો નથી.

Linked texts (2)