Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1518

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1518

Language
Gujarati

1518

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૫૫ [૨૯/૧૧૫૫]
ભગવન્‌! પ્રતિરૂપતાથી જીવને શું પ્રાપ્ત થાય છે? પ્રતિરૂપતાથી જીવ લાઘવતાને પામે છે. લઘુભૂત જીવ અપ્રમત્ત, પ્રકટ લિંગ, પ્રશસ્ત લિંગ, વિશુદ્ધ સમ્યક્‌ત્વ, સત્ય સમિતિ સંપન્ન, સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્વોને માટે વિશ્વાસનીય, અલ્પ પ્રતિલેખનવાળા, જિતેન્દ્રિય, વિપુલ તપ અને સમિતિનો સર્વત્ર પ્રયોગ કરનારો થાય.

Linked texts (1)