Uttarajjhayana 1531
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1531
- Language
- Gujarati
1531
વિવેચન–૧૧૬૧
લોભની સાથે અવિનાભાવી પણે માયા જોડાયેલ છે. માયાના અભાવમાં અવશ્ય આર્જવતા હોય, તેથી આર્જવને કહે છે. ઋજુ એટલે અવક્, તેનો ભાવ તે આર્જવ તેનાથી - માયાના પરિહારથી કાયઋજુતા અર્થાત્ કુબ્જાદિ વેશ ભ્રૂ વિકારાદિ ન કરીને પ્રાંજલતા વડે ઋજુ થાય. ભાવ ઋજુતા - ભાવથી જે અન્ય ચિંતન, તેનો પરિહાર. ભાષા ઋજુતા - જે ઉપહાસાદિ હેતુથી અન્ય ભાષાદિ ભાષણનો પરિત્યાગ. અવિસંવાદન - બીજાને વિપ્રતારણ - છેતરવા નહીં, તે રૂપને પામે છે. આવા પ્રકારની ઋજુતાની જીવ ધર્મના આરાધક થાય છે. વિશુદ્ધ અધ્યવસાયપણાથી બીજા જન્મમાં પણ ધર્મારાધકતાને પ્રાપ્ત થાય છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati