Pramāṇa · Search · About · API

Uttarajjhayana 155

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 155

Language
Gujarati

155

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૭૧ + વિવેચન [૨/નિર્યુક્તિ-૭૧ + વિવેચન]
નૈગમનયમાં આઠ ભંગો છે – (૧) એક પુરુષાદિ વડે થપ્પડ આદિ થકી પરીષહ ઉદીરાય, ત્યારે પરીષહ વેદનીય કર્મના ઉદયનું નિમિત્તપણામાં પણ તેને તેની અવિવક્ષાથી જીવ વડે આ પરીષહ ઉદીરાયો તેમ કહેવાય. (૨) જો ઘણાં વડે હોય તો જીવો થકી, (૩) જો એક અચેતનથી એક પથ્થરાદિ વડે જીવપ્રયોગરહિતથી થાય તો અજીવ વડે, (૪) જો તે ઘણાં વડે થાય તો અજીવો વડે. (૫) જો એક લુબ્ધિકાદિ વડે એક બાણ આદિ વડે થાય ત્યારે જીવ અને અજીવ વડે. (૬) જો એક વડે પણ ઘણાં બાણો વડે થાય ત્યારે જીવ અને અજીવોથી. (૭) જો ઘણાં પુરુષો થઈને એક શિલાદિ ઉપાડીને ફેંકાય ત્યારે જીવો અને અજીવથી. (૮) જો ઘણાં પુરુષો ઘણાં મુદ્ગરાદિ મૂકે તો જીવો અને અજીવો વડે પરીષહ ઉદીરાયો કહેવાય.
સંગ્રહનયથી વિચારતા જીવ દ્રવ્ય કે અજીવ દ્રવ્ય વડે પરીષહ ઉદીરાય છે. તે સામાન્ય ગ્રાહીત્વથી એકત્વને ઈચ્છે છે, દ્વિત્વ કે બહુત્વને નહીં. આ પણ શતભેદપણાથી ચિદ્‌રૂપતાથી સર્વને ગ્રહણ કરે ત્યારે જીવ દ્રવ્યથી અને અચિદ્‌રૂપતાથી ગ્રહણ કરે ત્યારે અજીવદ્રવ્યથી જાણવું. વ્યવહાર નયના મતે નોજીવ એટલે અજીવ, અજીવ દ્રવ્યથી પરીષહ ઉદીરાય છે. તે એક જ ભંગને ઈચ્છે છે. બાકીના અર્થાત્‌ ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ, એવંભૂત પર્યાયનયોના મતથી - જીવદ્રવ્ય વડે પરીષહ ઉદીરાય છે, એ જ ભંગ અભિમત છે, તે જ પર્યાયાસ્તિક-પણાથી પરીષહ્યમાણને જ પરીષહ માને છે. - X - તેનાથી વિપરીત અજીવદ્રવ્ય તે દંડાદિ તે અકારણ છે, કેમકે જીવદ્રવ્ય તે દ્રવ્યગ્રહણ પર્યાય-નયના પણ ગુણ સંહતિરૂપના દ્રવ્યના ઈષ્ટપણે છે. હવે સમવતાર દ્વાર કહે છે –

Linked texts (1)