Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1552

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1552

Language
Gujarati

1552

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૭૨, ૧૧૭૩ [૨૯/૧૧૭૨, ૧૧૭૩]
ભગવન્‌! જ્ઞાન સંપન્નતાથી જીવને શું પ્રાપ્ત થાય છે? જ્ઞાન સંપન્નતાથી જીવ બધાં ભાવોને જાણે છે. જ્ઞાનસંપન્ન જીવ ચાતુરંત સંસાર વનમાં નષ્ટ થતો નથી. જેમ દોરાથી યુક્ત સોય ક્યાંય પણ પડવાથી ખોવાતી નથી. તેમ સૂત્ર સંપન્ન જીવ પણ સંસારમાં વિનષ્ટ થતો નથી. ..... જ્ઞાન, વિનય, તપ અને ચારિત્રના યોગોને પ્રાપ્ત થાય છે, તથા સ્વસમય અને પરસમયમાં પ્રામાણિક મનાય છે.

Linked texts (1)