Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1555

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1555

Language
Gujarati

1555

વિવેચન–૧૧૭૪
ક્ષાયોપશમિક સમ્યક્‌ત્વ - દર્શનતાથી ભવના હેતુરૂપ મિથ્યાત્વી તેનું છેદન કરે છે. અર્થાત્‌ ક્ષાયિક સમ્યક્‌ત્વ પ્રાપ્ત કરે છે. તેનાથી તે જ ભવે કે મધ્યમ અને જઘન્યથી ત્રીજે કે ચોથે ભવે ઉત્તર શ્રેણી આરોહીને કેવળજ્ઞાન પામે છે. પછી જ્ઞાન-દર્શન પ્રકાશ નિરંતર રહે છે. ક્ષાયિકત્વ પ્રદાન જ્ઞાન અને દર્શનમાં આત્માને સંયોજીને પ્રતિસમય પર-અપર ઉપયોગ રૂપતાથી આત્મસાત્‌ કરતો ભવસ્થ કેવલીરૂપે વિચરે છે.

Linked texts (2)