Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1564

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1564

Language
Gujarati

1564

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૮૫ [૨૯/૧૧૮૫]
ભગવન્‌! રાગ, દ્વેષ, મિથ્યા દર્શનના વિજયથી જીવને શું પ્રાપ્ત થાય છે? રાગ દ્વેષ મિથ્યાદર્શનના વિજયથી જીવ જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનાને માટે ઉદ્યત થાય છે. આઠ પ્રકારની કર્મગ્રન્થિને ખોલવાને માટે સર્વપ્રથમ મોહનીય કર્મની અઠ્ઠાવીસ પ્રકૃતિઓનો ક્ષય કરે છે.
ત્યારપછી જ્ઞાનાવરણ કર્મની પાંચ, દર્શનાવરણ કર્મની નવ અને અંતરાય કર્મની પાંચ - આ ત્રણ કર્મોની પ્રકૃતિઓનો એક સાથે ક્ષય કરે છે. ત્યારપછી તે અનુત્તર, અનંત સર્વ વસ્તુ વિષયક, પ્રતિપૂર્ણ, નિરાવરણ, અજ્ઞાન તિમિરથી રહિત, વિશુદ્ધ અને લોકાલોકનું પ્રકાશક કેવળજ્ઞાન અને કેવળ દર્શનને પ્રાપ્ત કરે છે.
જ્યાં સુધી તે સયોગી રહે છે, ત્યાં સુધી ઐર્યાપથિક કર્મોનો બંધ થાય છે. તે બંધ પણ સુખસ્પર્શી છે. તેની સ્થિતિ એ સમયની છે. પહેલાં સમયે બંધાય છે, બીજા સમયમાં ઉદય થાય છે, ત્રીજા સમયે નિર્જરા થાય છે. તે કર્મ ક્રમશઃ બદ્ધ, સ્પૃષ્ટ, ઉદીરિત અને વેદિત થઈ નિર્જિર્ણ્ણ થાય છે. તેનાથી તે કર્મ આગામી કાળે અકર્મ થઈ જાય છે.

Linked texts (1)