Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1565

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1565

Language
Gujarati

1565

વિવેચન–૧૧૮૫
ક્રોધાદિનો જય રાગ - દ્વેષ - મિથ્યાદર્શનના વિજય વિના થતો નથી, તેથી રાગાદિ વિજયને કહે છે. તેમાં પ્રેમ એટલે રાગ, દ્વેષ - અપ્રીતિ, મિથ્યાદર્શન - સાંશયિક આદિ, તેના વિજયથી જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનામાં ઉદ્યત થાય છે. કેમકે પ્રેમાદિ નિમિત્તથી તેની વિરાધના થાય છે.
કર્મગ્રન્થિ - અતિ દુર્ભેદ્ય ઘાતિકર્મ સ્વરૂપ, તેની ક્ષપણા. તેને માટે અનુવર્તે છે. અભ્યુત્થિત થઈને શું કરે છે? આનુપૂર્વી અનુસાર પહેલા મોહનીયની અઠ્ઠાવીશ કર્મપ્રકૃતિનો ક્ષય કરે છે. તે આ પ્રમાણે છે – પહેલાં અનંતાનુબંધી ક્રોધાદિને એકસાથે અંતર્મુહૂર્ત્તમાં ખપાવે છે. તે અનંત ભાગ મિથ્યાત્વમાં પ્રક્ષેપે છે. પછી તેની સાથે મિથ્યાત્વને ખપાવે છે. કેમકે તેના પરિણામે વધતા જતાં ઘણાં શુદ્ધ થાય છે. પછી મિથ્યાત્વ અંશોને સમ્યગ્‌ મિથ્યાત્વમાં પ્રક્ષેપે છે, પછી તેને ખપાવે છે. ત્યારપછી તેના અંશ સહિત સમ્યક્‌ત્વને ખપાવે છે. પછી સમ્યક્‌ત્વના અવશિષ્ટ દલિક સહિત અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરણ એ આઠ કષાયોને એકસાથે ખપાવવાનું આરંભે છે. તેનું ક્ષપણ કરતાં આ પ્રકૃતિ ખપાવે છે –
ગતિ, બબ્બે આનુપૂર્વી, જાતિનામ, યાવત્‌ ચઉરિન્દ્રિય, આતપ, ઉદ્યોત, સ્થાવર અને સૂક્ષ્મ. સાધારણ, અપર્યાપ્ત, નિદ્રાનિદ્રા, પ્રચલા-પ્રચલા, સ્ત્યાનર્દ્ધિને ખપાવીને બાકીની આઠને ખપાવે છે.
પછી પણ કિંચિત્‌ અવશેષને નપુંસક વેદમાં પ્રક્ષેપીને તેના સહિત ખપાવે છે. એ પ્રમાણે સ્ત્રી વેદને ખપાવે છે. પછી અવશિષ્ટ સહિત હાસ્યાદિ છને ખપાવે છે. તેના અંશ સહિત પુરુષ વેદને - X - X - પછી સંજ્વલન કોપને ખપાવે છે. એ પ્રમાણે પૂર્વ-પૂર્વના અંશ સહિત ઉત્તર-ઉત્તરને ખપાવે છે. યાવત્‌ સંજ્વલન લોભ સુધી ખપાવે છે. - X - X - એ પ્રમાણે મોહનીય કર્મને ખપાવે છે.
ત્યારપછી અંતર્મુહૂર્ત્ત યથાખ્યાત ચારિત્રને અનુભવતો છદ્મસ્થ વીતરાગતાથી બે ચરમ સમયના પહેલાં સમયે નિદ્રા અને પ્રચલા નામની પ્રકૃતિને ખપાવીને દેવગતિ આદિને ખપાવે છે. - X - X - X - ચરમ સમયે કર્મપ્રકૃતિને ખપાવે છે, તેને સૂત્રકારશ્રી સ્વયં કહે છે –
પાંચ જ્ઞાનાવરણીય, નવ દર્શનાવરણીય, પાંચ અંતરાય. આ ત્રણેને એકસાથે એક કાળે ખપાવે છે.
આટલી કર્મપ્રકૃતિ ખપાવીને અનુત્તર જ્ઞાન કે જે અનંત વિષયક છે, સંપૂર્ણ છે, પરિપૂર્ણ છે, નિરાવરણ છે, વિતિતિર છે, વિશુદ્ધ છે, તત્ત્વ સ્વરૂપના પ્રકાશત્વથી લોકાલોક પ્રભાવક છે. પાઠાંતરથી લોકાલોક સ્વભાવ છે. કેવળ - બીજા જ્ઞાનની અપેક્ષાથી રહિત છે. એવા જે જ્ઞાન અને દર્શન, જેમાં કેવલવર વિશેષણથી કેવલવર જ્ઞાન દર્શનને પામે છે.
તે યાવતત્ર સયોગી અર્થાત્‌ મન, વચન, કાયાના વ્યાપારવાળો હોય, ત્યાં સુધી ઐર્યાપથિક કર્મ બાંધે. ઉપલક્ષણથી ઊભો કે બેઠો હોય તો પણ સયોગથી ઈર્ષ્યા સંભવે છે. કેમકે સયોગિતામાં કેવલીને પણ સૂક્ષ્મ ગાત્રસંચાર સંભવે છે. તેથી ઐર્યાપથિકી કર્મનો બંધ રહે છે. -X-X-X-
તે કર્મનો બંધ કેવો થાય છે? સુખ આપે તે સુખ, સ્પર્શ - આત્મ પ્રદેશો સાથે સંશ્લેષ જેનો છે તે સુખ સ્પર્શ. તેના બે સમય છે, તેવા પ્રકારની સ્થિતિને કારણે દ્વિસમય સ્થિતિક કહે છે. તે આ પ્રમાણે – પહેલા સમયે બાંધે - આત્મસાત્‌ કરે તે સ્પૃષ્ટ. બીજા સમયે વેદિત - અનુભૂત, ઉદયને વેદે. ત્રીજા સમયે નિર્જિર્ણ - ખરી જાય. કેમકે તેનાથી ઉત્તરકાળ સ્થિતિ કષાયના હેતુપણે થાય છે. - X - X - X -.
અહીં સૂત્રકારે સ્પૃષ્ટ અને બદ્ધ બે ક્રિયાઓ કહી છે. તેનાથી તેઓ નિઘત્ત એ નિકાચિત અવસ્થાનો અભાવ સૂચવે છે. ઉદીરિત - ઉદય પ્રાપ્ત, ઉદીરણાનો ત્યાં સંભવ નથી. વેદિત - તેના ફળરૂપ સુખનો અનુભાવ, નિર્જિર્ણ - ક્ષયને પામેલ. સંયાલ - આગામી કાળે. ચોથા સમય આદિમાં અકર્મ થાય છે. તે જીવની અપેક્ષાથી ફરી તેને તથાવિધ પરિણામનો અભાવ થાય છે - અર્થાત્‌ - તે સાતા કર્મ જ બાંધે છે.

Linked texts (2)