Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1566

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1566

Language
Gujarati

1566

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૮૬ [૨૯/૧૧૮૬]
કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી, શેષ આયુને ભોગવતો એવો, જ્યારે અંતર્મુહૂર્ત્ત પરિમાણ આયુ બાકી રહે છે, ત્યારે તે યોગ નિરોધમાં પ્રવૃત્ત થાય છે. ત્યારે સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતિ નામક શુક્લ ધ્યાનને ધ્યાતો એવો પહેલાં તે મનોયોગનો નિરોધ કરે છે. અનંતર વચનયોગનો નિરોધ કરે છે. તેના પછી આનાપાનનો નિરોધ કરે છે. તેનો નિરોધ કરીને પાંચ હ્રસ્વ - અક્ષરના ઉચ્ચારણ કાળ સુધી ‘સમુચ્છિન્ન ક્રિયા અનવૃત્તિ’ નામક શુક્લ ધ્યાનમાં લીન થયેલો અણગાર વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચાર કર્મોને એક સાથે ખપાવે છે.

Linked texts (1)