Uttarajjhayana 1567
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1567
- Language
- Gujarati
1567
વિવેચન–૧૧૮૬
આ દેશોન પૂર્વકોટિ કે અંતર્મુહૂર્ત્તાદિ પ્રમાણ કાળ વિચરીને શૈલેશીપણાને પામીને અકર્મતા પ્રાપ્ત કરે છે. તે પ્રમાણે દર્શાવીને શૈલેશી અકર્મના દ્વારને અર્થથી વ્યાખ્યા કરતાં કહે છે –
જીવિત - અંતર્મુહૂર્ત્તાદિ આયુનું પાલન કરીને, અથવા અંતર્મુહૂર્ત્ત પરિમાણથી - X - તથાવિધ આયુ રહેતા યોગ નિરોધ કરતો - સૂક્ષ્મા ક્રિયા અપ્રતિપાતિ કેમકે તેમાં અધઃપતનનો અભાવ છે, શુક્લ ધ્યાનના આ ત્રીજા ભેદને ધ્યાતો સૌ પ્રથમ તે મનોયોગનો નિરોધ કરે છે. અર્થાત્ મનોદ્રવ્ય જનિત વ્યાપારનો રોધ કરે છે. - X - X - X - અસંખ્યેય સમયે તે બધો નિરોધ કરે છે. - X - X - X - ત્યારપછી વચનયોગનો નિરોધ કરે છે. એટલે કે ભાષાદ્રવ્ય જનિત જીવ વ્યાપારને રુંધે છે - X - X - X -.
ત્યારપછી તે આનાપાન - ઉચ્છ્વાસ અને નિઃશ્વાસનો રોધ કરે છે. આ સકલ કાયયોગ નિરોધનું ઉપલક્ષણ છે. - X - X - X - X - X - X - એ પ્રમાણે સંખ્યા સમયે સર્વ કાયયોગનો નિરોધ કરે છે. - X -
આ પ્રમાણે ત્રણે યોગનો નિરોધ કરીને સ્વલ્પ પ્રયત્ન અપેક્ષાથી પાંચ હ્રસ્વ અક્ષર જેટલો કાળ, તે અણગાર સમુચ્છિન્ન ક્રિયા - મનો વ્યાપારાદિ રૂપ તે સમુચ્છિન્ન ક્રિયાને નિવર્તે છે. અનિવર્તિ શુક્લ ધ્યાન રૂપ ચોથા ભેદને શૈલેશી અવસ્થામાં અનુભવે છે. - X - X -.
એવો તે અણગાર પછી જે કરે છે, તે કહે છે – સાતા વેદનીય, મનુષ્ય આયુ, મનુષ્યગતિ આદિ નામ અને ઉચ્ચગોત્ર એ ચાર સત્કર્મોને એકસાથે ખપાવે છે. - X - X - X - X - X -
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati