Uttarajjhayana 1569
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1569
- Language
- Gujarati
1569
વિવેચન–૧૧૮૭
વેદનીયાદિ કર્મોનો ક્ષય કર્યા પછી ઔદારિક અને કાર્મણ તથા તૈજસ શરીરનો વિવિધપણે પ્રકર્ષથી ત્યાગ કરીને પછી શું કરે? સર્વથા કર્મોનું પરિશાટન કરીને, દેશત્યાગ કરીને નહીં, એ પ્રમાણે વિશેષથી પ્રકૃષ્ટ ત્યાગને રૂપ પરિશાટન કરીને - X - X - X - X - પછી ઋજુ અર્થાત્ અવક્ર, શ્રેણી - આકાશ પ્રદેશ પંક્તિ, તેને પ્રાપ્ત અર્થાત્ ઋજુ શ્રેણી પ્રાપ્ત થાય છે.
અસ્પૃશદ્ ગતિ - તે આકાશ પ્રદેશને તો સ્પર્શતી જ નથી, પણ જેમાં જીવ અવગાઢ છે તેટલા જ પ્રદેશને સ્પર્શતી, તેનાથી વધુ એક પણ અતિરિક્ત પ્રદેશને સ્પર્શ્યા વિના, ઉપર, એક જ સમયમાં અર્થાત્ દ્વિતીયાદિ સમયને સ્પર્શ્યા સિવાય. વક્રગતિ રૂપ વિગ્રહના અભાવથી - ઋજુગતિથી જ ત્યાં એટલે કે વિવક્ષિત મુક્તિપદમાં જઈને જ્ઞાનોપયોગ - વાળો થઈને સિદ્ધ થાય છે. યાવત્ અંત કરે છે. - X - X -
આ પ્રમાણે બોંતેર સૂત્રોનો અર્થ કહ્યો. (વૃત્તિકારશ્રીએ તે સાથે લીધેલ છે માટે ‘બોંતેર સૂત્રોનો અર્થ’ એમ કહ્યું, અમે સમજવાની સરળતા માટે આ બધાં સૂત્રોને છૂટા પાડીન નોંધેલા છે.) - X - X - X -. હવે ઉપસંહાર કરતા કહે છે
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati