Uttarajjhayana 1586
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1586
- Language
- Gujarati
1586
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૨૦૨ થી ૧૨૧૨ [૩૦/૧૨૦૨ થી ૧૨૧૨]
[૧૨૦૨] સંક્ષેપમાં ઉનોદરિકા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પર્યાયોની અપેક્ષાથી પાંચ પ્રકારે છે.
[૧૨૦૩] જેનો જેટલો આહાર હોય તેમાં એક સિક્થ - એક કોળીયા આદિ રૂપે જે ઓછું ભોજન કરવું તે દ્રવ્ય ઉણોદરી છે.
[૧૨૦૪] ગામ, નગર, રાજધાની, નિગમ, આકર, પલ્લી, ખંડ, કર્બર, દ્રોણમુખ, પત્તન, મંડપ, સંબાધ.
[૧૨૦૫] આશ્રમપદ, વિહાર, સંનિવેશ, સમાજ, ઘોષ, સ્થલી, સેનાની છાવણી, સાર્થ, સંવર્ત, કોટ,
[૧૨૦૬] વાડ, રથ્યા, ઘર. આ ક્ષેત્રોમાં તથા આવા પ્રકારના બીજા ક્ષેત્રોમાં નિર્ધારિત ક્ષેત્ર પ્રમાણ અનુસાર ભિક્ષાર્થે જવું તે ક્ષેત્ર ઉણોદરી છે.
[૧૨૦૭] અથવા પેટા, અર્ધ પેટા, ગોમૂત્રિકા, પતંગ વીથિકા, શંબૂકાવર્ત્તા. આયત-ગત્વા પ્રત્યાગતા એ છ પ્રકારે ક્ષેત્ર ઉણોદરી છે.
[૧૨૦૮] દિવસના ચાર પ્રહર હોય છે. તે ચાર પ્રહરોમાં ભિક્ષાનો જે નિયત કાળ હોય, તદનુસાર ભિક્ષા તે માટે જવું, તેને કાળ ઉદોણરી કહે છે.
[૧૨૦૯] અથવા કંઈક ન્યૂન ત્રીજા પ્રહરમાં ભિક્ષાની એષણા કરવી. તે કાળથી ઉણોદરી છે.
[૧૨૧૦] સ્ત્રી કે પુરુષ, અલંકૃત અથવા અનલંકૃત, વિશિષ્ટ આયુ અને અમુક વર્ણના વસ્ત્ર.
[૧૨૧૧] અથવા અમુક વિશિષ્ટ વર્ણ અને ભાવથી યુક્ત દાતા પાસેથી જ ભિક્ષા ગ્રહણ કરવી અન્યથા ન કરવી. આવા પ્રકારની ચર્યાવાળા મુનિને ભાવથી ઉણોદરી તપ છે.
[૧૨૧૨] દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં જે જે પર્યાય કથન કરેલ છે, તે બધાંથી ઉણોદરી તપ કરનાર ભિક્ષુ પર્યવચરક હોય છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit