Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1587

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1587

Language
Gujarati

1587

વિવેચન–૧૨૦૨ થી ૧૨૧૨
અવમ્‌ - ન્યૂન ઉદર જેનું છે તે અવમોદર. તેનો ભાવ-અવમૌદર્ય અર્થાત્‌ ન્યૂન ઉદરતા. તેમાં અવમોદર કરવું તે. તે સંક્ષેપથી પાંચ પ્રકારે કહેવાયેલ છે. તે પંચધાપણું કહે છે – દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી અને પર્યાયોથી. તેમાં દ્રવ્યથી ઉણોદરીને કહે છે –
જેનો જેટલો આહાર હોય, તે સ્વ-આહાર કરતાં કંઈક ન્યૂન તે ઉણ, તેવું ભોજન કરે. પુરુષને બત્રીસ કોળીયા આહાર હોય, સ્ત્રીઓને અઠ્ઠાવીસ કોળીયા હોય. કોળીયાનું પરિમાણ કૂકડાના ઈંડા પ્રમાણ અથવા મુખમાં સહેલાઈથી પ્રવેશી શકે તેવો કોળીયો લેવો. તેનાથી જે ન્યૂન ભોજન કરે. આ પ્રમાણે દ્રવ્યથી જે ભોજન તે ઉણોદરી કહેવાય છે.
તેમાં જઘન્યથી એક સિકથુ ઓછું લેવું. જઘન્યથી એકથી આઠ કોળીયા ઓછો આહાર કરે, ઉત્કૃષ્ટથી બાર કે તેથી વધુ કોળીયા ઓછો આહાર કરે. બીજી રીતે અલ્પાહાર, અપાર્ધ, દ્વિભાગ આદિ ઉણોદરી જાણવી.
ક્ષેત્રથી ઉણોદરી કહે છે – ગામ - ગુણોને ગ્રસે છે તે અથવા જ્યાં અઢાર પ્રકારના કરો વિદ્યમાન છે તે ગામ. નગર - જેમાં કર નથી તે. રાજધાની - રાજા વડે ધારણ કરાય અને રાજાનું પીઠિકા. નિગમ - જ્યાં અનેકવિધ ભાંડનો વેપાર થાય, ઘણાં વણિજોનો નિવાસ છે તે. આકાર - ખાણ, સોના આદિનું ઉત્પત્તિ સ્થાન. પલ્લી - જેમાં દુષ્કૃત્‌ કરનારા લોકો ધારણ કરાય છે કે પાલન કરાય છે તે. અથવા ગહન વૃક્ષાદિમાં આશ્રિત પ્રાંતજનોનો નિવાસ, ખેટ - જેમાં શત્રુઓને ત્રાસ પહોંચાડાય છે તે અથવા ધૂળના પ્રકારોથી પરિક્ષિપ્ત. કર્બટ - કુનગર. દ્રોણમુખ - નાવ એ મુખ જેનું છે તે. અથવા જળ અને સ્થળનો નિર્ગમ પ્રવેશ પત્તન - જેમાં ચારે દિશાથી લોકો આવે છે, તે પતન. જેમાં જળપત્તન અને સ્થળપત્તન બંને હોય છે. મડંબ - બધી દિશામાં અઢી યોજન સુધી જ્યાં ગામ હોતું નથી તેવું સ્થળ.
આશ્રમ - ચોતરફથી જ્યાં તપ કરાય છે તે આશ્રમ. અથવા તાપસ, આવસથાદિને આશ્રીને જે પદને સ્થાનને આશ્રમપદ કહે છે. વિહાર - ભિક્ષુ નિવાસ કે દેવગૃહ. સંનિવેશ - યાત્રાદિથી આવેલા લોકોનો આવાસ. સમાજ - પથિકોનો સમૂહ. ઘોષ - ગોકુળ. ઉચ્ચ ભૂમિભાગે ચતુરંગ બલ સમૂહ રૂપ સૈન્યની છાવણી. સાર્થ - ગણિમ, ધરિમાદિથી ભરેલ વૃષભાદિનો સંઘાત, જ્યાં એકઠો થયેલ હોય તે. કોટ્ટ - પ્રાકાર. આ સમાજ આદિ બધાં તે અહીં ‘ક્ષેત્ર’ કહેલ છે.
વાડ - વાટ કે પાટક અથવા વૃત્તિ વરંડો આદિથી પરિક્ષિપ્ત ગૃહ સમૂહ રૂપ. રથ્યા - શેરી, ગલી, આવી વિવક્ષાથી નિયત પરિમાણવાળું જે છે, તેને ક્ષેત્ર કહેવાય છે. તેમાં ભિક્ષાર્થે અટન કરે. - X - X -
હવે બીજી રીતે ક્ષેત્ર ઉણોદરીતાને કહે છે – પેડા૦ ઈત્યાદિ. અહીં પરંપરા એવી છે કે પેડા - તે પેટીની જેમ ચતુષ્કોણ હોય. અદ્ધપેડા - અર્ધ સંસ્થિત ઘરની પરિપાટી, ગોમૂત્રિકા - વક્ર આવલિકા, પતંગવિથી - પતંગીયાના ઉડવા સમાન અનિયત. શંબુકાવર્ત - શંખના આવર્ત્ત માફક. તે પણ બે ભેદે છે - બાહ્ય શંબૂકાવર્ત્ત અને અભ્યંતર શંબૂકાવર્ત્ત. તથા આયત - ગત્વા - પ્રત્યાગત - અહીં આયત એટલે દીર્ઘ - લાંબે જઈને નિવર્ત્તે.
(શંકા) અહીં ગોચર રૂપત્વથી ભિક્ષાચર્યત્વ છે. તેમાં અહીં ક્ષેત્ર ઉણોદરી કઈ રીતે થઈ? ‘મારે ઉણોદરીતા છે’ એ પ્રમાણે અવધારે તો તેમાં કંઈ દોષ નથી. - X - પૂર્વે ગ્રામાદિ વિષયના અને આગળ કાલ આદિ વિષયના નિયતપણાનો અભિગ્રહ કરીને ભિક્ષાચર્યા કરવાથી તે ઉણોદરીકા થાય છે.
કાળ ઉણોદરીતા - દિવસના ચાર પ્રહરોમાં પૂર્વવત્‌ જેટલો કાળ અભિગ્રહનો વિષય થાય તે કાળ વડે અવમત્વ જાણવું અર્થાત્‌ તેને કાળના હેતુત્વથી ઉણોદરતા જાણવી. અથવા અભેદ ઉપચારથી તે જ અભિગૃહીત કાળમાં ચરતા તેને ઉણોદરતા જાણવી.
આ જ વાત બીજા પ્રકારે કહે છે - ત્રીજી પોરિસીમાં આ આહારને ત્રણે એષણાથી ગવેષતા, ન્યૂનતમને જ વિશેષથી કહે છે - ચતુર્ભાગ ન્યૂન ત્રીજી પોરિસીમાં, આ કાળ વિષયક અભિગ્રહાદિ પ્રકારથી ગૌચરી માટે વિચરે. કાળના ઉમોરથી સાધુ પણ ઉણોદરી તપયુક્ત કહેવાય છે. આ કથન ઉત્સર્ગથી ત્રીજી પોરિસીમાં ભિક્ષાટનને આશ્રીને કહેલ છે.
હવે ભાવ ઉણોદરતા કહે છે – સ્ત્રી કે પુરુષ અલંકારાદિથી વિભૂષિત હોય અથવા અલંકાર રહિત હોય. વયને આશ્રીને બાલ્ય આદિ કોઈ અવસ્થા હોય, એ રીતે વસ્ત્રાદિમાં કોઈ વિશેષતા ધારણ કરેલ હોય, તેવી અવસ્થામાંથી કોઈ એક અવસ્થા વિષયક અભિગ્રહ લઈને ગૌચરી અર્થે જવું. બીજી રીતે ‘ભાવ’ વિષયક અભિગ્રહ - કોપાયમાન હોય, હસતો હોય ઈત્યાદિ અવસ્થા ભેદથી, વર્ણ વડે કૃષ્ણ આદિ વર્ણ યુક્ત હોય. ઈત્યાદિ પ્રકારે ગૌચરી માટે ભ્રમણ કરે તે ભાવથી ઉણોદરતા જાણવી.
હવે પર્યાય ઉણોદરતા કહે છે - દ્રવ્યમાં અનશન આદિ, ક્ષેત્રમાં ગામ આદિ, કાળમાં પૌરુષી આદિ, ભાવમાં સ્ત્રીત્વ આદિમાં કહેલા જે ભાવ અર્થાત્‌ પર્યાયો - એક કોળીયો ઉણ આદિ. આ ઘણાં પણ દ્રવ્ય પર્યાયોથી અવમૌદર્યને આસેવે છે. અવમયસ્ક પર્યવચરક ભિક્ષુ થાય છે. અહીં પર્યવના ગ્રહણથી પર્યવ પ્રાધાન્ય વિવક્ષાથી પર્યવ ઉણોદરી કહી –
– અથવા આ દ્રવ્યાદિ પર્યાયો વડે ન્યૂનત્વનો આસેવક થાય છે. એક કોળીયાના ઉનત્વ આદિમાં પણ નવા-પુરાણા આદિ વિશેષ અભિગ્રહવાળા, એ પ્રમાણે ગામ, પોરિસી, સ્ત્રીત્વ આદિમાં પણ વિશિષ્ટ અભિગ્રહથી આ ઉણોદરતા જાણવી. - X - X - આ પ્રમાણે ઉણોદરીને આશ્રીને ભિક્ષાચર્યા –

Linked texts (2)