Pramāṇa · Search · About · API

Uttarajjhayana 159

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 159

Language
Gujarati

159

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૭૫ થી ૭૭ + વિવેચન [૨/નિર્યુક્તિ-૭૫ થી ૭૭ + વિવેચન]
ચારિત્ર મોહનીયમાં સાત પરીષહો અવતરે છે – અરતિ, અચેલ, સ્ત્રી, નૈષેધિકી, યાચના, આક્રોશ અને સત્કાર પુરસ્કાર. ચારિત્ર-મોહનીયમાં પણ ઘણાં ભેદ હોવાથી, તેના ભેદના ઉદયથી જે પરીષહનો સદ્ભાવ છે તેને કહે છે - અરતિ, જુગુપ્સા તથા પુરુષવેદ, ભય, માન, ક્રોધ અને લોભનો ઉદય. દર્શન મોહનીયમાં દર્શન પરીષહ નિયમથી એક જ છે. બાકીના ૧૧-પરીષહો વેદનીય કર્મથી સંભવે છે. ૦ પરીષહ શબ્દ ઉક્ત બધામાં જોડવો. જુગુપ્સા અચેલની જાણવી. અરતિના ઉદયથી અરતિ પરીષહ એ પ્રમાણે બધાં પરીષહોમાં જાણવું. જે ૧૧ પરીષહો વેદનીયના કહ્યા, તે કયા છે?

Linked texts (1)