Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1608

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1608

Language
Gujarati

1608

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૨૨૭ થી ૧૨૪૫ [૩૧/૧૨૨૭ થી ૧૨૪૫]
[૧૨૨૭] સાધકે એક તરફથી નિવૃત્તિ અને એક તરફથી પ્રવૃત્તિ કરવી જોઈએ. અસંયમથી નિવૃત્તિ અને સંયમમાં પ્રવૃત્તિ.
[૧૨૨૮] પાપકર્મના પ્રવર્તક રાગ અને દ્વેષ છે. આ બે પાપકર્મોનો જે ભિક્ષુ સદા નિરોધ કરે છે, તે સંસારમાં રોકાતો નથી.
[૧૨૨૯] ત્રણ દંડ, ત્રણ ગારવ, ત્રણ શલ્યોનો જે ભિક્ષુ સદૈવ ત્યાગ કરે છે, તે સંસારમાં રોકાતો નથી.
[૧૨૩૦] દેવ, તિર્યંચ, મનુષ્ય સંબંધી ઉપસર્ગોને જે ભિક્ષુ સદા સહન કરે છે, તે સંસારમાં રોકાતો નથી.
[૧૨૩૧] જે ભિક્ષુ વિકથાઓનો, કષાયોનો, સંજ્ઞાઓનો અને બંને અશુભ ધ્યાનોનું સદા વર્જન કરે છે, તે સંસારમાં રોકાતા નથી.
[૧૨૩૨] જે ભિક્ષુ વ્રતો અને સમિતિઓના પાલનમાં તથા ઈન્દ્રિય વિષયો અને ક્રિયાઓના પરિહારમાં સદા યત્નશીલ રહે છે, તે સંસારમાં રોકાતા નથી.
[૧૨૩૩] જે ભિક્ષુ છ લેશ્યા, છ કાય, છ આહાર કારણોમાં સદા ઉપયોગવંત રહે, તે સંસારમાં ન રોકાય
[૧૨૩૪] પિંડાવગ્રહોમાં, સાત આહાર પ્રતિમામાં, સાત ભયસ્થાનોમાં સદા ઉપયોગવંત રહે છે, તે સંસારમાં રોકાતા નથી.
[૧૨૩૫] મદસ્થાનોમાં, બ્રહ્મચર્ય ગુપ્તિમાં, દશવિધ ભિક્ષુધર્મમાં, જે ભિક્ષુ સદા ઉપયોગવંત રહે છે, તે સંસારમાં રોકાતા નથી.
[૧૨૩૬] ઉપાસકોની પ્રતિમાઓમાં, ભિક્ષુ પ્રતિમાઓમાં જે ભિક્ષુ સદા ઉપયોગવંત રહે છે, તે સંસારમાં રોકાતા નથી.
[૧૨૩૭] ક્રિયાઓમાં, જીવ સમુદાયોમાં, પરમાધાર્મિક દેવોમાં જે ભિક્ષુ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતા નથી.
[૧૨૩૮] ગાથા ષોડશકમાં અને અસંયમમાં જે ભિક્ષુ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતો નથી.
[૧૨૩૯] બ્રહ્મચર્યમાં, જ્ઞાત અધ્યયનોમાં, અસમાધિ સ્થાનોમાં જે ભિક્ષુ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતો નથી.
[૧૨૪૦] ૨૧ શબલ દોષોમાં, ૨૨ પરીષહોમાં જે ભિક્ષુ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતા નથી.
[૧૨૪૧] સૂયગડાંગના ત્રેવીશ અધ્યયનોમાં, રૂપાધિકમાં અને દેવોમાં જે ભિક્ષુ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતા નથી.
[૧૨૪૨] ૨૫ ભાવનાઓમાં, દશા આદિના ઉદ્દેશોમાં જે ભિક્ષુ સદા ઉપયોગ રાખે, તે સંસારમાં ન રોકાય
[૧૨૪૩] અણગારગુણોમાં અને તથૈવ પ્રકલ્પમાં જે ભિક્ષુ સદા ઉપયોગ રાખે, તે સંસારમાં રોકાતા નથી.
[૧૨૪૪] પાપશ્રુત પ્રસંગોમાં, મોહ પ્રકલ્પમાં જે ભિક્ષુ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતો નથી.
[૧૨૪૫] સિદ્ધોના એકત્રીશ ગુણોમાં, યોગ સંગ્રહમાં, ૩૩-આશાતનામાં જે ભિક્ષુ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતો નથી.

Linked texts (1)